પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


સ્વદેશમાં
 


સમુદ્ર ઊછળતો હતો - વહાણને પ્રલંબ આસાયેશભરી ગત આપતા વિશાળ છારતક મોમાં નહિ, પરંતુ વહાણને ઊંચેનીચે ઉછાળતી ગીદ ગતિમાં. વહાણોનું એક વિશાળ કુટુંબ મુસાફરીએ નીકળ્યું હોય એમ આર્ય કાફલો સમુદ્ર ઉપર ઊછળતો આગળ વધતો હતો. સુબાહુ પોતાન ખંડમાં ન જતાં તૂતક ઉપર જ આખી રાત સૂઈ રહ્યો - કે બેસી રહ્યો. નાળિયેરીઓથી છવાયેલો આર્ય કિનારો સાંજથી દેખાવા લાગ્યો હતો. તેની નિદ્રા ઊડી ગઈ હતી. સુબાહુને અણગમો આવતો ત્યારે તે પોતાના એક ગાયક મિત્ર સુશ્રુતને સામગાન ગાવા પ્રેરતો. આજે એ સુશ્રુત ન હતો. રોમનો સામેના દરિયાઈ યુદ્ધમાં એને જ પહેલું અગ્નિબાણ વાગ્યું. શો ઘેરો છતાં મીઠો સ્વર સુશ્રુતને સાધ્ય હતો ! રાગની આખી સૃષ્ટિ સુશ્રુત સાથે અદૃશ્ય થઈ ગઈ ! પણ એકલો સુશ્રુત ખોવાયો ન હતો. એનો પરમ મિત્ર નૌકાશિલ્પી શિશુપાલ ઘવાઈને સમુદ્રમાં ઊછળી પડ્યો તે ફરી દેખાયો જ નહિ ! સૂર્યદેહા અને કાવેરી વચ્ચેનાં સુબાહુના નૌકાકારખાનાંને જીવંત રાખતો એવો બીજો કર્યો શિલ્પી હવે મળે ? અને પેલો વાચસ્પતિ ! શી એની કવિતા ! સમુદ્રમાં એ સર્જતો અને મીઠાના અગરમાં એ અલકાપુરી ઉતારતો ! કાયોને મહાવીર બનાવતો એનો લલકાર શું સદાય લુપ્ત થઈ ગયો ? એને ઘા વાગતાં જ સુબાહુએ શસ્ત્ર પકડ્યાં અને... અને... માણસ મટી જઈ એણે કેટલાયે રોમનોનાં શિશ ધડથી જુદાં કરી નાખ્યાં ! વહાણનાં વહાણ અને તેમાં સમાયલા સેંકડો માનવીઓને એકે ઉછાળે સમુદ્રમાં ડુબાડતાં તેના મનમાં જરાય સંકોચ થયો નહિ. એ ડુબાડેલા રોમનોમાં પણ રોમનોના કંઈક સુશ્રુતો, શિશુપાલો અને વાચસ્પતિઓ હશે ! નહિ ? રોમના અને આવિર્તના વાચસ્પતિઓ ભેગા થઈ પરસ્પરને છેદી નાખે એ સારું ? કે પરસ્પરની કવિતાઓ અને કલ્પનાઓ મેળવી બંને પ્રજાને ગમે એવા ગીત ૨ચે એ વધારે સારું ? શૌર્ય એટલે શું સંહારશક્તિ? દસ હજાર માનવીઓના નૌકાસૈન્યમાંથી એક હજાર સૈનિકો તો