પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વદેશમાં:૪૨૭
 


સુબાહુએ કાયમ માટે ગુમાવ્યા. મિત્રોએ - અને શત્રુઓએ પણ અને જીત કહી. હજાર માનવીના ભોગે મળતી જીત એ સાચી જીત કહેવાય ખરી ? હજાર કેમ ? સુકેતુ સાથેના સૈનિકોમાંથી કપાયલા ત્રણ હજાર માનવીઓને ભુલાય ખરા ? સુશ્રુત, શિશુપાલ અને વાચસ્પતિને ગુમાવી મેળવેલી જીતમાં આનંદ ઊપજે ખરો ? ચાર હજાર માનવીઓને એક સામટો અગ્નિદાહ કરનાર વિજેતાનો વિજય એટલે ચાર હજાર સૃષ્ટિનો લય ! અને વિજયમાં મળતર કેટલું ? લાગ્યો. અલબત્ત, વિષય થઈ રોમન આક્રમણનો ભય દૂર ગયો, સમુદ્રમાં સામ્રાજ્ય સ્થપાયું અને આવર્ત બહારની ભૂમિનો નાનકડો ટુકડો હાથ જગતભરમાં સુબાહુ અને સુકેતુનાં નામ કથા અને દંતકથાનો પડ્યાં - રોમન કથાના રાક્ષસ તરીકે, પારસીકોની કથાના ક્ષણિક મિત્ર તરીકે અને આર્યોની કથાના દેવ તરીકે - કદાચ ! એક કથામાં સુબાહુ દેવ! અને એ જ સુબાહુ બીજી કથામાં રાક્ષસ ! મિત્રોનાં સંહારમાં શોકથી આંસુ પાડતો સુબાહુ રોમનોના સંહારમાં કદી કદી અભિમાન અને ગૌરવ અનુભવતો હતો ! માનવી રાક્ષસ પણ ખરો અને દેવ પણ ખરો ! ટુકડે ટુકડે! એવા ટુકડાઓ કરતાં ઉત્તુંગ સરખી સરળ રાક્ષસતા શી ખોટી ? પરંતુ ઉત્તુંગને રાક્ષસ બનાવનાર કોણ ? રોમન ગુલામી. ગુલામી એટલે ? ધનલોભ ! ભૂમિભૂખ ! કીર્તિઝંખના ! ગુલામીનાં એ મૂળ. પરંતુ એ મૂળને નષ્ટ કરી નાખવા પ્રવૃત્ત થતો જ્વાલામુખી એ જ ગુલામીમાં છુપાઈ રહ્યો છે ! આર્યો પણ ગુલામો ઉપજાવતા થશે ત્યારે આર્યાવર્ત પણ જ્વાલામુખી બની જશે અને જગતવિજયની ઝંખનામાં પડેલા સુબાહુ અને સુકેતુ શું એ જ ગુલામી પ્રગટાવવાનો પ્રયોગ નહોતો કરી રહ્યા ? ચાર હજાર આર્ય સૈનિકો મર્યા; પણ ચાળીશ હજાર બીજા મરવા માટે તૈયાર હતા. સુકેતુની ધારણા પ્રમાણે સુબાહુએ સૈન્યને આગળ વધાર્યું હોત તો કદાચ રોમ સુધીનો પ્રદેશ જીતી શકાત. પરંતુ એ વિજયમાં આર્યતા જાગ્રત થાત ખરી ? વિજય પામેલી પ્રજા કદી મિત્રો ઊભા કરી શકતી નથી. વિજય ઘમંડ ઉપજાવ્યા વગ૨ ન જ રહે; અને ઘમંડમાંથી દુશ્મનો જાગ્યા વગર ન રહે. આર્યસંસ્કૃતિ - અરે, કોઈ પણ સંસ્કૃતિ ખુલ્લા કે છૂપા દુશ્મનો વચ્ચે કેટલાં વર્ષ જીવતી રહે ? એ સંસ્કૃતિને નામે વિજય મેળવતો વીર પણ ક્યાં સુધી જીવતો રહી