પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૮:ક્ષિતિજ
 


શકે ! સુશ્રુતને બદલે સુબાહુને અગ્નિબાણ વાગ્યું હોત તો ? આર્ય સ વધારે ઉશ્કેરાયું હોત, તેણે સંહાર કર્યો હોત અને વધારે વિસ્તૃત ભૂમિ ઉપર રાજ્ય સ્થાપ્યું હોત. પરંતુ સુબાહુ પાછો આર્યાવર્ત ફર્યો ન હોત ! અને અત્યારે તે વિચાર કરતો હતો તેને બદલે તે પરદેશની ભૂમિનાં રજકણ ભેગો ભળી ભૂતના ઓળાઓના પગ નીચે કચરાતો હોત - અને તેનું પણ એને ભાન રહ્યું ન હોત ! એ પ્રસંગ આવ્યો પણ હતો જ ને ? સુકેતુને કાંચનજંઘાએ ઉગાર્યો ન હોત તો આજ તો તે માત્ર દુઃખદ સ્મૃતિ બની રહ્યો હોત. અને કાંચનજંઘાની સા૨વા૨ ન થઈ હોત તો ? એ સ્ત્રી તત્કાળ મૃત બની જાત અને સુકેતુ એની પાછળ ઝૂરી મરત ! જગતમાં આવા કેટકેટલા સુકેતુનાં બલિદાન અપાતાં હશે ? કેટ- કેટલીકાંચનજંઘાઓ વગર સારવારે મૃત બની કેટકેટલા સુકેતુઓનાં જીવનને શૂન્ય બનાવતી હશે ? શા માટે ? કોના માટે ? દેશ માટે આહુતિ ! સંસ્કૃતિ માટે આહુતિ ! કીર્તિ માટે આહુતિ ! ધન માટે આતિ ! માનવી સાધુ બની જાય તો ? એકાએક સુબાહુના મનમાં વિચાર આવ્યો. સાથે સાથે વિશ્વઘોષની આકૃતિ તેની આંખ સામે ખડી થઈ. વેરઝેર રહિત બનેલો સાધુ વેરઝેરભર્યા વિજેતા કરતાં વધારે ભયંકર લાગ્યો ! એની પાસે શસ્ત્ર ન હતાં; એની પાસે સૈન્ય ન હતાં; એની પાસે કોટકિલ્લાથી રક્ષાયલી ભૂમિ ન હતી. છતાં એ વધારે ભયંકર કેમ લાગતો હતો ? બુદ્ધિ અને સિદ્ધિ રાક્ષસી બની જાય ત્યારે તે માનવજાતને રાક્ષસી ભેટ આપે છે ! યુદ્ધવિજેતા કરતાં પણ ધર્મવિજેતા - સંસ્કૃતિવિજેતા વધારે ભયાનક ! અહં વ્યાપક બને, આખી સંસ્કારશ્રેણીમય બની જાય અને તે સંસ્કારને વિજય અપાવવા તપ કરે ત્યારે એ અહં તપસ્વી છતાં રાક્ષસ બની જાય છે. હિંસામાંથી અહિંસાનો માર્ગ શોધનાર વિશ્વઘોષ હિંસાને જ પોષતો હતો. પણ... પણ... આ વિશ્વઘોષની કલ્પના ? કે સાચો વિશ્વઘોષ તેની સામે ઊભો હતો ? કે વિચાર આટલો બધો ઘન બની જતો હતો ? સુબાહુએ