પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વદેશમાં:૪૨૯
 


આંખો ચોળી. વહાણે એક મહાભયંકર ઝોલો લીધો. કોઈ ખડક સાથે વહાણ અથડાયું શું ? આ માર્ગે ખડક ન હતો એની સુબાહુને ખાતરી હતી. વહાણમાં જાગૃતિ આવી ગઈ લાગી. યાત્રિકની એ માયાજાળ તો ન હતી? એ યાત્રિકની માયાજાળ વારંવાર તેની આંખ સામે આવીને ઊભી રહેતી. પણ આ તો સાચો વિશ્વઘોષ હતો ! ભીનાં વસ્ત્રો તેણે પહેર્યાં હતાં અને બે માણસો પણ તેની પાછળ ઊભા હતા. એ સ્વપ્ન મનાય જ નહિ. સુબાહુ બેઠો થઈ ગયો. તોપણ વિશ્વઘોષની ભ્રમણા અદૃશ્ય ન થઇ. સુબાહુથી બોલાઈ ગયું : ‘વિશ્વઘોષ !’ ‘ા.’ વિશ્વઘોષે કહ્યું. સુબાહુ વધારે ચમક્યો. ‘અહીં ? મારા વહાણમાં અત્યારે ક્યાંથી ?' ‘તને ડુબાડવા.’ ‘પણ તને અહીં આવવાની કોણે રજા આપી ?’ ‘શિવઅગસ્ત્ય. ‘કેમ ?’ ‘એક હોડી એવી બનાવવી કે જે સમુદ્રના ગર્ભમાં ઊતરી જઈને તરે.’ ‘પછી?’ ‘મને માછલીઓ નિહાળવાની છૂટ મળી. મત્સ્યવિઘા આવડે તો સમુદ્રમાં અદૃશ્ય રહીને તરાય.' ‘હોડી બનાવી ?’ ‘હા. આજ તેનો પ્રથમ પ્રયોગ કર્યો.’ ‘સફળ થયો ?’ ‘અંશતઃ.’ ‘કેમ ?’ ‘હોડી ઉપર કરવતમત્સ્યે હુમલો કર્યો અને એણે એક ઘાએ હોડી તોડી નાખી. સુબાહુ એ ભયંકર દરિયાઈ રાક્ષસને ઓળખતો હતો. મુખ આગળથી લંબાયેલી તીણી કરવત સમું હાડશસ્ત્ર લઈ સમુદ્રમાં નિર્ભય- પણે ફરતી એ માછલી ખલાસીઓમાં ભારે ભય ઉપજાવતી. સદાય ઉગ્ર રહેતું એ જળચર પ્રાણી અન્ય માછલીઓ, માણસો. વહાણ કે હોડી સામે હુમલો કર્યા વગર રહેતું જ નિહ. તેનો હુમલો વહાણને ભેદવા પણ સમર્થ થતો હતો, અને તેને મારી નાખવામાં સફળ થતા નાવિકોને એ જ જાતનાં