પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૦:ક્ષિતિજ
 


બીજાં જળચરોનો ભોગ બનવું પડતું. એક કરવતમત્સ્યનું મૃત્યુ દસબાર એવાં જ મત્સ્યોને આકર્ષી લાવતું. એમનાથી બચવું એ નાવિકોની આવડત ઉપરાંત તેના સદ્ભાગ્યનું પણ પરિણામ ગણાતું. ‘એના બચ્ચાને કે માદાને માર્યાં હશે.' સુબાહુએ પૂછ્યું. ‘માર્યા વગર એ પકડાય કેમ ? અને પકડાયા વગર એની રચના સમજાય કેમ ? એની રચના ન સમજું તો એની હોડી કેમ બનાવી શકું ?' એકાએક સુબાહુનું વહાણ ફરી હાલી ઊઠ્યું : નાવિકો બૂમ પાડી ઊઠ્યાં, અને પાણીમાં ચપોચપ જળ અને ભાલાં ફેંકાતા સંભળાયા. છતાં વહાણ ડગમગી રહ્યું. ‘આ બાજુ કરવતમત્સ્ય બહુ હોતા નથી.' સુબાહુએ કહ્યું. ‘હું ખેંચી લાવ્યો.’ વિશ્વઘોષે કહ્યું. ‘કેવી રીતે ?’ રીત ન પૂછીશ; કારણ પૂછ.’ ‘કહો, શા કારણે ?’ ‘તારા નૌકાસૈન્યને મહાત કરવા. આજ અત્યારે આ વહાણ ડૂબશે અને હું તથા તું સાથે જ જળસમાધિ લેઈશું.’ વિશ્વઘોષે ખડખડ હસતાં કહ્યું. ‘હું ભલે જળસમાધિ લઉ. તમને તો જીવતા જ રાખીશ.' સુબાહુએ સામેથી હસીને કહ્યું. ‘મારે જીવવું નથી. અહીં હું તને મૃત જોઉં ! કાંચનજંઘાએ સુકેતુને પણ હવે મૃત બનાવ્યો જ હશે. મારા મોટામાં મોટા શત્રુઓના નાશ પછી મારે જીવન જોઈએ નહિ. ‘આપની ધારણા પ્રમાણે શત્રુઓનો નાશ થયો જ નથી. કાંચનજંઘા સુકેતુને પરણી ગઈ.’ ‘શું ?’ વિશ્વઘોષને એ સત્યની ખબર ન હતી. આશ્ચર્યસ્તબ્ધ બની તેણે પૂછ્યું. કાંચનજંઘાનું અભાન ઓસરતાં એનો પહેલો ઉચ્ચાર એ હતો : ‘સુકેતુ મને મૂકીને ન જાય.’ અને સુબાહુએ તે જ ક્ષણે કાંચનજંઘાને ખાતરી આપી હતી કે, સુકેતુ કાંચનજંઘાનો સાથ ક્ષણ પણ મૂકશે નહિ. એટલું જ નહિ. સુબાહુના ગયા પછી કાંચનજંઘાની ઇચ્છાનુસાર