પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૨:ક્ષિતિજ
 


અને વધારામાં એટલું કે હું અને તમે બેમાંથી કોઈ અત્યારે મરીશું નહિ. સમુદ્ર મારી ચિંતા નહિ પણ મારું પારણું છે.' દસબાર નાવિકો સુબાહુ પાસે ધસી આવ્યા. ‘વહાણ ડૂબે છે. આપ બીજી હોડીમાં બેસો.' એક નાવિકે કહ્યું. ‘તમને બધાને ડૂબતા જોવા ? સુબાહુને જીવવું હશે તો એના એકેએક નાવિકને જીવતો જોયા પછી. આ વિશ્વઘોષને લઈ બીજી હોડીમાં મૂકો, અને આ વહાણને તદ્દન ખાલી કરો. હાલતુંડોલતું વહાણ ખાલી થવા લાગ્યું. પ્રત્યેક ઝોલે વહાણનો ડોલ દરિયાઈ પાણીસપાટીની વધારે અને વધારે પાસે આવતો જતો હતો. નાની હોડીઓ, સરસામાન, શસ્ત્ર અને માણસો ખાલી થયાં અને બીજાં વધુ- ણોમાં ભરાયાં. પ્રભાત થવા આવ્યું હતું; રાક્ષસી માછલીઓ વીંધાઈને તરતી મૃત પડેલી ઊછળતી હતી. વહાણ ઓ ડૂબ્યું, ઓ ડૂબ્યું થવા લાગ્યું. ડૂબતા વહાણમાંથી ઘંટનાદ થયો. આસપાસનાં વહાણોમાંથી સહુની નજર એ ડૂબતા વહાણ ઉપર પડી. વહાણે ફરી ઝોલો લીધો અને તેમાં પાણી ભરાયું. હવે ડગમગતું વહાણ એક જ બાજુએ નમી પડ્યું. સમુદ્રે તેને સહજ આગળ ખેંચી વધારે પાણી પિવરાવ્યું. તૂતક ઉપર પાણી ફરી વળ્યાં. ફરી ઘંટનાદ થયો અને પાણીભર્યા ભાગમાંથી સુબાહુ ઉપર આવતો દેખાયો. ‘વહાણો આગળ લો. નહિ તો કોઈ હોડી ડૂબશે.' તેણે બૂમ પાડી. ‘પણ તમે...’ એમ એક હોડીવાળાએ કહ્યું તે પહેલાં તો સુબાહુના વહાણે ડૂબકી મારી. સમુદ્રમાં તત્કાળ મોટો ખાડો પડ્યો, અને આસપાસ એક ગાઉ સુધીનાં પાણી હાલી ઊઠ્યાં. આજુબાજુનાં વહાણો પણ ડગમગી ગયાં. ડૂબતા વહાણના ખાડામાંથી એક નાનકડી હોડી સડસડાટ કરતી ઊભે મોજે ઊછળી. વહાણોનાં માણસો બૂમ મારી ઊઠ્યાં : ‘જય ! જય ! સાગરરાજની જય !' હતાં. એ જ ક્ષણે પૂર્વકાશમાંથી સૂર્ય નીકળી આવ્યો. એ નાનકડી હોડીમાં સુબાહુ એકલો બેઠો હતો. તેના હાથમાં હલેસાં ‘વહાણમાં આવી જાઓ.’ એક સૈનિકે સૂચવ્યું. ‘હવે ક્યાં કિનારો દૂર છે ? તમે બધા શૂરિક તરફ વળો. હું ધારાપૂરી જાઉં છું. સપાટાબંધ સુબાહુએ હલેસાં ફેરવવા માંડ્યાં. ‘અમે પણ પાછળ આવીએ છીએ.‘ એક વહાણવાળાએ કહ્યું. ‘ભલે; એકાદ વહાણ આવે. સાથે વિશ્વોષને લાવો.'