પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વદેશમાં:૪૩૩
 


કહી સુબાહુએ પોતાની હોડીને મહાજળમાં ઊછળતી મૂકી. કિનારો દૂર દૂર દેખાતો હતો. તે તરફ સુબાહુ ધસતો જતો હતો. સુબાહુના હાથમાં વીજળીનો વેગ આવ્યો હતો. કિનારો તેનો હતો માટે ? કોણ જાણે ! અનેક ખડકો દરિયામાં દેખાવા લાગ્યા. વચ્ચે વચ્ચે કરવત- માછલીઓ ફરી વળતી હોવાનો ભાસ થતો હતો. સુબાહુને કશાનો ભય ન હતો. ખડકોને સફાઈથી બાજુએ મૂકી માછલીઓને દૂર રાખી સૂર્ય ચઢતે તો સુબાહુ બેટના પર્વતની એક કિનારીએ આવી અટક્યો. પર્વત ઉપર તેણે ચોઘડિયાં વાગતાં સાંભળ્યાં. ‘વાઘ કેમ વાગે છે ?’ સુબાહુએ હોડીનું લંગર નાખતાં વિચાર કર્યો. માણસોની વસ્તી એ બેટમાં હતી જ. પરંતુ સુબાહુ ઊતર્યો તે બાજુ તો નિર્જન જ હતી. સુબાહુએ હાલતા પાણીમાં પોતાનું મુખ નિહાળ્યું. ઊડતા લાંબા વાળને તેણે ઘાટમાં બેસાડ્યા, અને બેટરૂપ બની ગયેલા પહાડ ઉપર તેણે ચડવા માંડ્યું. શું ઉલૂપી સાંભરી માટે તેણે વાળ ગોઠવ્યા? એ ઉલૂપીની વિદાય લેવા આવ્યો હતો. સુકેતુને તો પાંચ વર્ષ માટે તે છોડીને આવ્યો હતો; ઉલૂપીથી પણ એ જ સમય દૂર રહેવાની ઇચ્છા હતી. શા માટે ? યુદ્ધ વગરના, ધર્મછાપ વગરના સંસ્કાર નામની ચિઠ્ઠી ચોડ્યા વગરના વિજયો મેળવવાની યોજના ઘડવા માટે; એ યોજના સફળ કર- વાની પાત્રતા મેળવવા માટે ? સુબાહુના હાથ લોહીભીના હતા. સંસ્કાર, સત્તા અને વાસના રહિત બનેલા વાતાવરણમાંથી જ તે જગતને એવું રચી શકે જેમાં યુદ્ધને સ્થાન જ ન હોય ! ઉલૂપી હા પાડશે ? કાંચનજંઘા જેવી જીદ એ ક૨શે તો ? બેત્રણ ગાયો પગદંડીને માર્ગે ઊતરતી હતી. ચોઘડિયાં વાગ્યે જ જતાં હતાં. સુંદર શરણાઈ અને કર્ડિંગ કર્ડિંગ થતાં વાઘના સૂરમિલાપમાંથી કોઈ અદ્ભુત રસ - આવરણ ફેલાઈ આખા દ્વીપને આવરી લેતું લાગતું હતું. ‘હું તો શૂરિક જઈશ એવી મેં ખબર આપી હતી. ધારાપુરી આવવાની કોણે ખબર આપી હશે ?' એક ગોવાલ-બાળક ગાયોની પાછળ દેખાયો. તેણે બંને ખભા ઉપર આડી લાકડી મૂકી લાકડી પર હાથ ટેકવ્યા હતા. સુબાહુએ એ માર્ગ લીધો. બાળકને તેણે પૂછ્યું : ‘અલ્યા, કેમ આ ચોઘડિયાં વાગે છે ?’