પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૪:ક્ષિતિજ
 


'એક બાળકનો જન્મ થયો છે.' 'બાળકનો જન્મ ? તેમાં ચોડિયાં શો ?' ‘ત્યારે કોઈનાં લગ્ન અહીં થવાના હશે ! રાતે કાંઈ નાચ કે ગીત પહોંચી ગયેલી લાગી ! સુબાહુ એનાથી દૂર ભાગવા જીવનભર મચ્યો હતો. ‘ઘેલો થયો લાગે છે.' ‘જાઓ ઉપર અને જુઓ.' સુબાહુ ઉપર ચડ્યો. કોઈ પર્વતટેકરીમાં ટાંકણાં વાગતાં હોય એવો અવાજ તેની પાસે જ સંભળાયો. એક ગુફા કોતરાતી તેણે જોઈ. તે અંદર ગયો. અદર જતાં બરોબર બધા કારીગરો શાન્ત પડ્યા, અને તેમાંથી એકલો ધ્યાનસ્થ સરખો દૂર બેસી રહેલો એક કલાકાર આગળ ધસી આવ્યો. ‘એક ક્ષણ ઊભો રહે !' કહી તે બાજુએ ગયો અને એટલી જ ઝડપથી પાછો આવ્યો; સુબાહુ વિચાર કરે તે પહેલાં તો સુબાહુને ગળે એણે નાગ ભરાવી દીધો. ‘બસ ! મારે જોઈતું પ્રતીક મળી ગયું !' કલાકારે કહ્યું. એકાએક ગૂંચળાં વળી રહેલા નાગે સુબાહુના જ દેહ ઉપર લટકી ફ્સા ફેલાવી વીજળી સરખી ચપળ જીભ ફેંકવા માંડી. કલાકાર સુબાહુ સામે મીટ માંડીને જોઈ રહ્યો. સુબાહુને નાગનો ભય તો ન લાગ્યો, પરંતુ આ વિચિત્ર વર્તને તેને સહજ ઝંખવ્યો ખરો. સુબાહુ કાંઈ કહે તે પહેલાં તો પેલા કલાકારે કહ્યું : ‘નાગથી બીઈશ નહિ, એનું ઝેર કાઢી નાખેલું છે.’ ‘પણ મને આ શંકરનો શણગાર પહેરાવવાનું કાંઈ કારણ ?’ ‘કારણ એ જ કે તારામાં મને શંક૨નું બહુ સામ્ય લાગ્યું. શંક૨ જેટલો ગૌ૨, શંકર જેવો રૂપાળો, શંકર જેવો તપસ્વી...’ નાગને પોતાના હાથવડે દૂર કરી સુબાહુએ બાજુએ મૂક્યો અને પૂછ્યું : ‘તેમ હોય તોય મારું આમ સ્વાગત કરવાની કાંઈ જરૂર ? મને પૂછો તો ખરા કે હું નાગભૂષણ સ્વીકારીશ કે નહિ !' ‘પૂછવા ક્યાં રહું ? મારે તો તારા સ૨ખી મૂર્તિ અત્રે કોતરવી છે. જોતો નથી, આ પર્વતમાંથી હું દેવસ્થાન કોતરું છું તે ?’ ‘શા માટે ?’