પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વદેશમાં:૪૩૫
 


‘એ પૂછવું પડશે ? અસ્પષ્ટતામાંથી આકૃતિ ઘડવી. રૂપ ન હોય ત્યાં રૂપ સર્જવું અને વિનાશની પાંખે ઊડતા માનવીને આ શિલાઓમાં સજીવન બનાવવો, એ અમારી કલા. એ ઘેલછામાં હું જીવું છું.' ‘કોના કહેવાથી આ મૂર્તિઓ ઘડો છો ?' ‘અમને કહે કોણ ? કહે તેનું અમે માનીએ કેમ ? અમારી મોજ એ અમારી પ્રેરણા.' ‘ક્યાંના કલાકાર છો ?' ‘મારે સ્થળ નથી. મન માને છે ત્યાં ચિત્રો ઉપજાવું છું - રંગ કે ટાંકણાં વડે. આ ગુફાશિલ્પ ઘડી રહી હું દક્ષિણમાં જઈશ. ત્યાંથી યવદ્વીપ જઈ એક મહામંદિર રચીશ.’ પૂછ્યું. ‘અહીં - આ મારા પ્રદેશ ઉપર આપની કૃપા કેમ થઈ ?’ ‘તારો પ્રદેશ ? તું સુબાહુ છે ?’ હસીને ઋષિ સરખા દેખાતા કલાકારે ‘હા જી.’ ‘હું; હવે હું સમજ્યો. મને ઘણાએ કહ્યું હતું કે પ્રતીક તરીકે સુબાહુની જગતભરમાં જોડ નથી. તું તાંડવ પણ સરસ કરે છે, નહિ ?' ‘ના જી.’ ‘તને જ તારી આવડતની ખબર નથી ! મારે એક શિવનૃત્ય આ ગુફામાં કોતરવું છે.’ ‘ભલે. હું એ નૃત્ય જોઈશ.’ ‘નૃત્ય જોઈશ ? કે નૃત્ય કરીશ ?’ ‘હું તો ત્યાગનું માનસ રચતો આવું છું, નૃત્યનું નહિ.' ‘નૃત્ય અને ત્યાગ એકબીજાનાં વિરોધી છે એમ હું માને છે ? ઓ મૂર્ખ, જેમ ત્યાગ વધારે ગાઢ તેમ કલા વધારે સાચી. ત્યાગ ન સમજનારને કલાનું ભાન પણ ન હોય. સમજ્યો ?’ ‘હું તો સંહારમાંથી આવું છું. કલાને અને સંહારને સંબંધ નથી.’ ‘કલાને સમજીશ તો સંહારમાંથી કલા જાગશે.’ ‘રુધિરમાં બોળેલો હાથ...' ‘રુધિર ? આહા ! રંગનો એ રાજવી ! જો, આ પહાડના થરમાંથી હું સનાતન સ્વર્ગ રચું છું. એમાં રુધિર રેડાય તો એ જીવંત બને ! છે શક્તિ રુધિર રેડવાની ‘ના જી. રુધિર રેડી હું થાક્યો.'