પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અજાણ્યો પ્રદેશ : ૨૯
 

________________

અજાણ્યા પ્રદેશ વહ કિનારો પાસે જ હતો. સુબાહુની આજ્ઞામાં બળ હતું અને ક્ષમાં નિરર્થક મૃત્યુ ચાહતી નહોતી. તેણે બે હાથ મારી કિનારો પકડ્યો, અને જમીન ઉપર ઊભી થઈ ગઈ. સુબાહ પણ તે જ ક્ષણે કિનારા ઉપર કૂદી પડ્યો. જમીન ઉપર અડધું મુખ નાખી તાકી રહેલા મગરની બે ઝાંખી આંખો તગતગતી દેખાઈ, એક ક્ષણનો પણ વિલંબ થયો હોત તો બેમાંથી એક જણનો પગ જરૂર મગરના મુખમાં જાત. ક્ષમા અને સુબાહુ પાછાં હક્યાં. વધારે આગળ જમીનમાં ધસવાની હિંમત ન કરી શકેલા મગરે મુખ પાણી તરફ વાળ્યું, ભક્ષ ચૂક્યાની રીસમાં તેણે બળથી પોતાનું ધારદાર પુચ્છ પછાડી પાણીના છાંટા વેય, અને જળ નીચે તે અદૃશ્ય થઈ ગયો. ‘નીલ, નદીમાં પણ બહુ મગર.' સુબાહુએ કહ્યું. “અને એ નીલ નદીનો પ્રદેશ અમારો છે તે તું જાણે છે ને ?' ક્ષમાએ કહ્યું. “હા. માટે તો તમે અહીં ઝડપથી આવી શકો છો !” પણ તું મારી પાછળ કેમ આવ્યો છે ?' અમને પણ આંખો છે એની ખાતરી આપવા.” બસ. મારી ખાતરી થઈ. હવે તું પાછો જા.' પાછો જાઉં ? કેમ ? મને તું પાણીમાં પકડી શક્યો નથી. ‘તારા વહાણને પકડવાની વાત હતી. તને નહિ.” “વહાણ પકડાયું ?” હા.' શા ઉપરથી તું કહે છે? વહાણના સેનાપતિને હું પકડી શકું અને વહાણ ન પકડાય?” મારી વાત કરે છે? મને પકડવાની હિંમત કરી જો.” ક્ષમાએ બીજું ખંજર કાઢ્યું. સુબાહુ જરા હસ્યો. એ હાસ્યમાં આછી વિજયરેખા કલ્પી કૂદ્ધ બનતી ક્ષમાએ ફરી કહ્યું : પેલા મગરની દશા તો જાણે છે ને ?” સુબાહુ માટે ઉગામેલું ખંજર બિચારા મગરને વાગ્યું !' સુબાહુ - બોલ્યો. પૂવકાશ લાલચોળ બની ગયું. પરદેશના કોઈ ભૂમિભૂખ્યા વીરને આવતો નિહાળી પ્રજાના મુખ ઉપર કોપભરી લાલાશ પ્રસરે એમ સૂર્યને આવતો નિહાળી આકાશે જાણે કોપની શરૂઆત ન કરી હોય?