પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વદેશમાં:૪૩૭
 


‘અહીં; મંદિરમાં.’ એટલું બોલી એ આંખો અદૃશ્ય થઈ ગઈ. તાપમાંથી સુબાહુએ મંદિરનો આશ્રય લીધો. નાના મંદિરના મધ્યભાગમાં એક મુનિ પદ્માસનવાળી આંખો મીંચી ધ્યાનસ્થ બેઠા હતા. એ જ શિવઅગત્સ્ય ! અવંતીમાં નિહાળ્યા હતા તે ! માલવયુવરાજનું અભિમાન ટાળવા જેમનો આશ્રય શોધાયો હતો તે ! સુબાહુએ ધ્યાનસ્થ મુનિને પ્રણામ કર્યા. મુનિની આંખો મીંચેલી હતી. છતાં તેમના મુખ ઉપર વરદાનનાં તેજવર્તુળ ફરતાં હતાં !