પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
 


નવસર્જન
 


થોડી ક્ષણો વીતી અને શિવઅગસ્ત્ય આંખ ઉઘાડી. આંખ ઉઘાડતા બરોબર તેમણે સુબાહુને નિહાળ્યો. તેમના પ્રસત્ર મુખ ઉપર પ્રસન્નતા વધારે ગાઢ બની. સુબાહુએ ફરી નમન કર્યું. મુનિએ આશીર્વાદ ભર્યો હાથ લંબાવ્યો અને કહ્યું : ‘સુબાહુ, ધ્યાનને અંતે જે દેખાય તે ઈશ્વર. નહિ ?’ ‘હું તો એક નિષ્ફળ માનવી છું. આપના તપને અંતે હું દેખાઉ એ તપમાં... ‘કાંઈ ખામી હશે, નહિ ? એ જ તારે કહેવું હતું ને ?’ ‘એમ નહિ, મારી હાજરી આખા વાતાવરણને ક્ષુબ્ધ કરનારી નીવડે એમ છે.’ ‘શાન્તિ અને ક્ષુબ્ધતા ! એક જ તત્ત્વનાં બે પાસાં ! તેં કહાવ્યું નહિ છતાં ઉલૂપીની તો ખાતરી જ હતી કે તું શૂરિક જતાં પહેલાં અહીં જ આવીશ.’ તો...’ ‘ઉલૂપીની એ માન્યતા સાચી પડી. એ ક્યાં છે ?’ ‘અહીં જ છે. માલવકુમાર પણ હવે સાજો થઈ તારી સાથે આવવા ધારે છે.’ ‘જી, એના મને રસ્તામાં જ સમાચાર મળ્યા. આપ ન મળ્યા હોત ‘ગોમતીને કિનારે હું ન હતો. એટલે મને શોધતી ઉલૂપી, ક્ષમા અને પાછળથી આવેલા માલવકુમાર બંનેને અહીં લાવી. મારા એક કલાયોગી મિત્રને પથ્થરેપથ્થરે સ્વર્ગ ઘડવાં છે. એને આ સ્થળ ગમ્યું. એની સાથે હું અહીં આવ્યો. મારું સ્વર્ગ હું ધ્યાનમાં રચું છું.’ ‘મને એ કલાયોગી મળ્યા. જીવતા નાગનો મને હાર પહેરાવી દીધો.' ‘હું.’ શિવઅગસ્ત્ય હસ્યા અને બોલ્યા : 'નાગ પણ મિત્ર બની જાય છે, નહિ ?' ‘માનવી સિવાયનાં સર્વ પ્રાણીઓ મિત્ર બની શકે છે - રાક્ષસી