પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવસર્જન:૪૩૯
 

જળચર પણ.' ‘તારા વિજયમાંથી તું આ શીખી આવ્યો શું ?' “જી. હું આશા ફળીભૂત થતી જોવા મથું છું. પરંતુ ચારે પાસથી નિરાશાની કાળાશ ઉભરાઈ આવે છે.' ‘તું નિરાશાવાદી બની જાય તે પહેલાં તારે એક મહાકાર્ય કરવાનું છે.’ ‘શું ?' પછી કહીશ. અત્યારે તું સ્નાન કરી લે; ફળાહાર કર અને જરા આરામ લે.' ‘ઉલૂપી કેમ દેખાતી નથી ?' ‘એને વ્રત છે.’ ‘શાનું ?’ ‘દિવસમાં પુરુષમુખ ન જોવાનું.’ ‘કારણ !’ ‘કહેતી નથી.’ નવસર્જનઃ ૪૩૯

‘ક્ષમા ક્યાં છે ?’ શિવઅગસ્ત્ય જરા ગંભીર બન્યા. તેમણે કહ્યું : ‘અહીં જ છે.’ ‘એ કોઈ મને મળશે જ નહિ ?’ ‘અત્યારે તું બીજો કોઈ વિચાર ન કરીશ.' ‘એ જીવે છે ખરી ને ?' ‘હું અને તું જીવીએ એટલી સ્પષ્ટતાથી એ જીવે છે. ચાલ. હવે સ્નાન કરી લે. તારા સૈન્યની તો ગોઠવણ થઈ ગઈ હશે.’ ‘મારા વહાણને વિશ્વઘોષે ડુબાડી દીધું.' ‘વિશ્વઘોષે ? રાતમાં જ ? તું ભાંગેલા વહાણમાંથી આવે છે ? જાણીને જ એને તારા તરફ મોકલ્યો હતો. શૂરિકને બદલે અહીં તું આવે માટે. હજી એ બૌદ્ધ અહિંસક બન્યો નહિ !' જરા ભ્રકુટી ઊંચકી શિવઅગસ્ત્ય કહ્યું. ‘મારા સર્વ નાવિકો ઊગરી ગયા છે.’ ‘સારું થયું.’ ‘અને હું પણ મારું સર્વસ્વ સુકેતુને સોંપી વનવાસ સેવવા પાછો આવ્યો છું - આપને જ શોધતો.’