પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૦:ક્ષિતિજ
 


‘ઠી...ક. બહુ પ્રવૃત્તિમાંથી થોડો વનવાસ સેવવો એ જરૂનું છે ખરું.' ‘હું તો સમગ્ર જીવન વનવાસ માગું છું.' ‘સુકેતુ સરખો ભાઈ અને ઉલૂપી સરખી મિત્ર હોવા છતાં ?' ‘એમને જ લીધે. સુકેતુ જેવો ભાઈ હોય, ઉલૂપી સરખી મિત્ર હોય તે જગતમાંથી વેર, ઝેર, ક્રોધ કે ખૂન અદૃશ્ય થવાં જોઈએ.’ ‘છે તેનું શું કરીશ ?’ ‘હું પોતે તેમનાથી અલગ થઈ જઈશ.' ‘અલગ થઈ ગયે એ બધાં અનિષ્ટો જશે ?’ ‘હું જાતે તો તેનું કારણ બનતો અટકી જઈશ !' પાસેના કૂવામાંથી સુબાહુએ પાણી કાઢ્યું અને તે મન ભરીને નાહ્યો. વ્યાઘ્રચર્મ ઉપ૨ સુબાહુને બેસાડી શિવઅગસ્ત્ય ફળાહાર કરાવ્યો. ‘તું પણ ખાખી જ છે ને ? ફ્ળાહા૨ ફાવશે, નહિ ?’ શિવઅગસ્ત્ય સુબાહુના તપસ્વી જીવનને ઓળખતા લાગ્યા. પિતાહારી સુબાહુને ફળાહાર બહુ જ ફાવતો હતો. ફળાહાર કરી રહ્યા પછી સુબાહુને ઓસ- રીના એક આસન ઉપર સૂઈ જવાની શિવઅગસ્ત્ય આજ્ઞા કરી. સુબાહુ સૂતો. અનેક ઉજાગરાઓ, વેદનાઓ અને ચિંતાભર્યા સ્વપ્નોથી સ્વાસ્થ્ય ખોવાની અણી ઉપર આવી ગયેલા સુબાહુને એકલમંદિર, એકલમુનિ અને વ્યાપક એકાન્તે બહુ જ સ્વસ્થ નિદ્રા આપી. એ જાગ્યો ત્યારે સૂર્ય ક્ષિતિજમાં આથમતો હતો. સૂર્ય તો રોજ ક્ષિતિજમાં આથમે. પરંતુ સૂર્યાસ્ત સમયે સંગીત કેમ ચાલતું હતું ? નાગપ્રદેશની રીત આ કાંઠાના પ્રદેશ ઉપર ઉલૂપીએ વિસ્તારી શું ? દિવસ સંગીતથી ઊગે અને રાત્રિ સંગીતથી પ્રવેશ પામે એમાં ખોટું શું ? જીવનમાં વૈતાલિકો વધવા જોઈએ. જલ્લાદો નહિ. મંદિરના દ્વારમાંથી સમુદ્ર ક્ષિતિજ પર્યંત આખો દેખાતો હતો. ત્યાં ન જ પહોંચાયું ! એની પાર શું હતું એ ન જ દેખાયું ! અને સુબાહુ થાકી પાછો પોતાના કાંઠા ઉપર આવી વસ્યો ! નિષ્ફળ જીવન ! ક્ષિતિજમાંથી અમરત્વ ખેંચી કાઢવું હતું ! તેને બદલે ક્ષિતિજ તરફ આગળ વધતાં વધતાં તે મૃત્યુ વેરતો ગયો ! ક્ષિતિજ કદાચ તેને જ ગળી જાય તો ? એક વ્યક્તિ લુપ્ત થાય તેની કિંમત શી ? ક્ષિતિજ ભલે સુબાહુને ગળી જાય ! એવા કૈંક નિષ્ફળ સુબાહુઓ થઈ ગયા - અને કૈંક થશે ! પરંતુ ક્ષિતિજના શોધકો - અમરત્વના ઉપાસકો ઊપજે જ નહિ તો ? ગૂંચવાયલા મનને ચોખ્ખું બનાવવા સુબાહુએ કપાળે ફરકતા