પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવસર્જન:૪૪૧
 


વાળનાં ગૂંચળાં ઊંચા લીધાં અને તેને ખભે એક મૃદુ હાથ મુકાયો. તેણે પાછું જોયું ! શિવઅગસ્ત્ય સ્મિત કરતા તેની પાછળ ઊભા હતા! એ શિવઅગસ્ત્ય હતા ? કે સુબાહુનું પ્રૌઢ પ્રતિબિંબ ? સુબાહુની ઊભા રહે- વાની આખી છટા શિવઅગસ્ત્યમાં ઊતરેલી દેખાઈ ! ‘ક્ષિતિજ નિહાળે છે ? ‘અમરત્વ મળ્યું ?’ ‘ના.’ ‘મળશે; હજી તું બાળક છે.' ‘કેવી રીતે ?’ ‘મને મળ્યું તેમ !’ ‘આપને મળ્યું ?” ‘હા.’ ‘ક્યાં છે ?’ ‘તારામાં અમરત્વ શોધતા એક બાળકમાં.' ‘શું ?’ ‘ક્ષિતિજમાં ઝાંખનાર - અમરત્વને ઓળખવા મથનાર એકબે વ્યક્તિઓ પણ હું મારી પાછળ મૂકી જાઉં તો મને અમરત્વ મળ્યું જ ગણવાનું. માનવીનું અમરત્વ એટલે પરંપરાનું જીવન. હું નહિ તો તું; તું નહિ તો તારી પરંપરા ! અમરત્વ ન ઓળખાય ત્યાં સુધી જીવન મારાં અને તારાં આવર્તનો ઘડ્યે જ જાય છે, નહિ ?' ‘મને ન સમજાયું.’ ‘મારી શોધ તમારા પહેલાંની છે. મને સમજાયું.’ ‘શું ?’ ‘માનવી અમર છે એ.’ ‘કેવી રીતે ?’ ‘એ સમજાવ્યું સમજાશે નહિ. કેટલાક શાન અનુભવે આવે છે.’ સંગીત ચાલુ જ હતું. સૂર્ય આથમી ગયો. ઝાંખી વિષાદભાવનાના પ્રતીક સરખું અંધારું ફૂટી નીકળતું હતું ત્યાં તો આકાશમાં ચંદ્ર ઊછળી આવ્યો. ‘હું હવે ધ્યાનમાં બેસીશ.’ શિવઅગસ્ત્ય કહ્યું.