પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૨:ક્ષિતિજ
 


ઉલૂપી કે ક્ષમા કોઈ મને મળશે જ નહિ શું ?' ‘જો તને તેઓ બોલાવે જ છે.' એક અજાણી નાગકન્યા સુબાહુ પાસે આવી કહેવા લાગી . ‘આજે ઉત્સવ છે. આપ પધારશો ને ?' ‘કોનો ઉત્સવ ? શાનો ઉત્સવ ?' ‘આપ આવ્યા તેનો માની લો.' ‘કોણ કરે છે ?’ ‘અમે બધાંય.’ ‘ક્યાં?’ ‘નીચે; ગુફા પાસે ચોગાનમાં.' શિવઅગસ્ત્ય કહ્યું. ‘કેમ ?’ ‘પેલા કલાયોગીને નૃત્ય-યતીકો જોઈએ છે.' ‘શા માટે ?’ ‘ગુફામાં શિલ્પ રચવા માટે. ‘કોણ નૃત્ય કરશે ?’ ‘તું જો તો ખરો ? ઉલૂપી ત્યાં જ હશે. કલાયોગી તો રોજ નૃત્ય માર્ગ છે. આજે ઉલૂપીએ હા કહી.' શિવઅગસ્ત્ય કહ્યું. ‘એમ ? જગતને નિત્ય નૃત્યની ફુરસદ છે ખરી ?’ ‘એને તો છે જ. પેલા ઉજ્જયિનીમાં ચિત્રો જોયાં હતાં ને ? એણે જ ચીતરેલાં; એ જીવે છે જ ચિત્રસૃષ્ટિમાં.' ‘એ છે કોણ ?’ મારા જેવો - તારા જેવો ધૂની, તને ખબર નહિ હોય. પણ હું કલાયોગી અને વિશ્વોષ એ ત્રણે બાલમિત્રો - બાળપણથી આદર્શ સાધનાના સાધકો. મને આર્ય માર્ગ જડ્યો; વિશ્વઘોષને તંત્રમાર્ગ અને કલાયોગીને રંગમા.' ‘સિદ્ધિ કોને વરી ?’ ‘સિદ્ધિનો મોહ હવે રહ્યો નથી.’ કહેતાં બરોબર વિશ્વઘોષે મંદિરમાં પ્રવેશ કર્યો. તેના મુખ ઉપર વિષાદ હતો. ‘મરવા અને મારવા ગયેલો હું પાછો આવ્યો છું. કશું ન બન્યું.' વિશ્વઘોષે કહ્યું.