પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવસર્જન:૪૪૩
 


હું અને સુબાહુ બંને હજી તારી પાસે જ છીએ. વધારે પ્રયોગ કરી જો.' શિવઅગત્યે કહ્યું. ‘શિવ ! તું સુબાહુ અને સુકેતુમાં નવેસર જીવતો થયો. ‘અજાણતાં.’ સુબાહુ ચમક્યો. સુકેતુ સરખું શિવઅગસ્ત્યનું મુખ હતું ? કે સુબાહુની છટા ? એ કોણ ? ‘હું હાર્યો, નહિ ?' વિશ્વઘોષે પૂછ્યું. ‘તારા બધા પ્રયોગો લખી નાખ અને ભાવિ પ્રજાને તેનો વારસો આપ. તારા સરખો વિષવિજય કોઈએ મેળવ્યો નથી.' ‘એ પ્રયોગો ધર્મપ્રચારને બદલે સ્વાર્થ માટે વપરાય તો ?' સુબાહુએ ‘ઝેર ખાતું ખાતું જગત ઝેરને એક દિવસ ઓળખશે અને એનાથી બચશે.’ વિશ્વઘોષ મંદિરની એક ઓરડી ભણી ચાલ્યો ગયો જાણે એ મંદિરનો પરિચિત માલિક તે હોય ! – શિવઅગસ્ત્ય ધ્યાનમાં બેસી ગયા. સુબાહુ નાગકન્યા જોડે એકલો પડ્યો. એને બીજું કાંઈ પણ કાર્ય ન હતું. એના નાવિકો પણ દ્વીપમાં ગોઠવાઈ ગયા હતા. વિશ્વઘોષ પણ પાછો શિવઅગસ્ત્યની છાયામાં આવી ગયો. ઉલૂપી અને ક્ષમા હજી મળ્યાં જ ન હતાં - અને તેમને મળવાની તીવ્ર ઇચ્છાથી જ સુબાહુ શૂરિકને બદલે ધારાપુરી આવ્યો હતો. સંગીતની આહ્લાદજનક લહરીઓ ઊછળ્યા કરતી હતી. ચંદ્ર પણ હસતો હસતો જગતને ઝાંખા સ્વર્ગમાં ફેરવી નાખતો હતો. દિવસના ક્રૂર પ્રકાશમાં દેખાતી સૃષ્ટિની ક્રૂર કદરૂપતા ચંદ્રની ચાંદનીમાં ઝબોળાઈ જુદો જ નવો સૌન્દર્ય અવતાર ધારણ કરતી હતી. નાગકન્યા સાથે સુબાહુ પહાડમાં જરા નીચે ઊતર્યો. કલાયોગીની ગુફા પાસેના ચૉકમાં વાઘો ગોઠવાઈ ગયાં હતાં. પ્રેક્ષકોમાં સ્ત્રીપુરુષ સહુ હતાં - સુબાહુએ ઉલૂપીના સૈન્ય સાથે મોકલેલા તેના પોતાના સૈનિકો પણ એમાં હતા. દ્વીપમાં વસતી પ્રજાની નાનકડી સંખ્યા પણ ત્યાં હાજર હતી - સવારે નિહાળેલા ગોપાલ-બાળક સુદ્ધાંત. સુબાહુને આવતો જોઈ કલાયોગી તેની સામે ગયા અને તેનો હાથ પકડી તેની સામું જરા જોઈ રહ્યા અને હસ્યા. – ‘કેમ, મારા ઉપર આટલી કૃપા ? પાછો નાગ તો નથી વીંટાળવો ને ?' સુબાહુએ પૂછ્યું.