પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૪:ક્ષિતિજ
 


‘નાગ ન ગમતો હોય તો નાગણ વીંટાળું. કબૂલ થાય છે ?' ‘ના જી. મને તો છુટ્ટો જ રાખો.' ‘આજનું દૃશ્ય મારે માટે ગોઠવાય છે. મારે આ પહાડમાં એ અમર કરવું છે.' ‘કયું દૃશ્ય ?’ ‘તું જોજે. બેવકૂફ માનવજાતને ભાન નથી કે તે કેટલી સુંદર છે. મારે માનવગતિ, માનવરેખા, માનવર્મિ આ સ્થળ ઊભાં કરવાં છે - નહિ ચિરંજીવી કરવાં છે.' હૃદય હલાવી નાખતાં તંતુવાઘો વાગી રહ્યાં. કલાયોગીની આંખ, અને દેહ એ સંગીતમાં હાલી ગયાં. સાથે સાથે અગમ્ય મીઠાશભરી સુવાસ સહુને સંગીતભિમુખ કરતી ફેલાઈ રહી હતી. મુખ ‘આ મીઠાશ કેમ ચીતરાય ? કેમ ગવાય ? કેમ કોતરાય ? અરે અરે, આ બધું જીવનમાં - હ્રદયમાં જડી દો !' કલાયોગી ઘેલાની માફક સહુને કહેવા લાગ્યા. સુબાહુ પ્રેક્ષકોમાં બેઠો. નૃત્ય કરતી સુંદરીઓમાં પાર્વતીએ પ્રવેશ કર્યો. એ પાર્વતી હતી ? જરૂર. ઉલૂપીનું સામ્ય તો ભ્રમ કહેવાય - જોકે ઉલૂપી પાર્વતીના શણગાર ધરે તો આવી જ દેખાયા વગર ન રહે. ના ના, એ જ ઉલૂપી હતી. સુબાહુની આંખ ભૂલ ન જ કરે. ઉલૂપી પણ પર્વતપુત્રી જ હતી ને? પરંતુ સુબાહુ તરફ ઉલૂપીની નજર સુધ્ધાં પણ ન હતી. એ તો અલભ્ય સ્મિતની વર્ષા કોઈ બીજી જ વ્યક્તિ ઉપર વર્ષાવતી હતી. પાર્વતીનું લાસ્ય શિવને અર્પણ થતું હતું ! શિવ ધ્યાનસ્થ બેઠેલા હતા. પરંતુ એ શિવમાં આટલું માર્દવ કેમ ? પાર્વતીની આકૃતિ ઉપરથી વીણાનું સર્જન થયું એવી કથા સાચી હોવાનું ભાન સુબાહુને પાર્વતીના વિધવિધ અભિનય ઉપરથી થવા લાગ્યું કલાયોગી હૃદયમાં કાંઈ કાંઈ ચીતરી લેતા હતા ! અને ઘેલા બની ઊઠતા, બેસતા અને ફરતા હતા ! પાર્વતીનું મનોહર લાસ્ય ધ્યાનસ્થ શિવમાં જાગૃતિ લાવતું હતું. પરંતુ શિવ તરફ દૃષ્ટિ કરતાં જ કલાયોગીના મુખ ઉપર ક્રોધ ફરી વળ્યો. ‘આટલું શીખવ્યું તોય આવડ્યું નહિ ! સ્ત્રીથી તે પુરુષનો અભિનય થાય ! સુબાહુ, ઊભો થા.' કલાયોગીએ કહ્યું. ‘ના જી. મને કાંઈ આવડતું નથી.' સુબાહુએ કહ્યું.