પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૫૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવસર્જન:૪૪૫
 


‘જુદા ! મને છેતરે છે ? મારી આખી સ્થાપત્યસૃષ્ટિ તારે કદરૂપી બનાવવી છે ? ચાલ, વા૨ ન કર. આગળ આવ અને શિવ બની જા મારું દૃશ્ય બગડે છે.' ‘મારી પાસે શિવનો સ્વાંગ નથી.' ‘વગર સ્વાંગે તું શિવ જેવો લાગે છે. એકદમ...’ અને ઉલૂપીના સરખી વારંવાર દેખાયા કરતી પાર્વતીએ શિવ બનેલી યુવતીને બાજુએ મૂકી શ્રોતાઓમાં બેઠેલા સુબાહુ તરફ એકાએક અભિનયદૃષ્ટિ શરૂ કરી દીધી. આવું આવાહન જતું કરવું એમાં વિવેક નહિ, શિષ્ટતા નહિ, આવડત નહિ, આર્યોમાં યુદ્ધ અને વૃતનાં આવાહન પાછાં ન ઠેલાય તેમ નાગ- સંસ્કૃતિમાં નૃત્યનાં આવાહન પાછાં ન વળાય. તેનો અસ્વીકાર એ ભારે અવિનય ગણાતો. સુબાહુ બંને સંસ્કૃતિનો જ્ઞાતા હતો. નૃત્ય અને વાઘ તેના દેહને - મનને નચાવી રહ્યાં હતાં. વર્ષોથી અપરિચિત બની ગયેલી નૃત્યકલા પાતાળઝરાની માફક ફૂટી નીકળી. રણભૂમિ, યુદ્ધ, હત્યા અને તેમાંથી પ્રગટતા વિષાદને વિસરાવતી કોઈ ઊર્મિ સુબાહુના હૃદયમાં ઊછળી અને ભાગ્યે જ અભિનય કરતા સુબાહુના અંગ-અંગમાં અભિનય ઊપસી આવ્યા. શ્રોતાઓમાંથી અભિનય સહ છૂટા પડી. મેદાનમાં રંગભૂમિવિભાગ તરફ વળતા સુબાહુને શિવ બનવું ગમ્યું. રીઝવવા મથતી પાર્વતીના લાસ્યને તેણે અત્યંત ગાંભીર્યભર્યા હાવભાવથી નિહાળ્યું. થાકેલી પાર્વતી વીણા બની બેસી ગઈ અને શિવનું ઉદ્ઘત નૃત્ય શરૂ થયું. પ્રેક્ષકો પલક પણ મીંચતા ન હતા. નૃત્યની ધમક ધીમે ધીમે વધતી ચાલી. તે સાથે વાઘોનો રણકાર પણ વધતો ચાલ્યો. ઘંટ, મૃદંગ, ઝાંઝ, તંબૂરા અને વીણા એ સર્વમાં કોઈ અજબ વેગ આવ્યો. સુબાહુના હાથ, પગ, અંગુલિ, કમર, ગ્રીવા અને ભૂઃ એવાં એવાં આવર્તન લેતાં હતાં કે તેના દેહમાંથી લયની અને લાવણ્યની કિરણાવલિઓ ઊડતી ચાલી. ચંદ્ર પણ આ અભિનય નિહાળી પ્રસન્ન મુખ કરી માથે આવ્યો. દૂર ચમક ચમક થતો દરિયો પણ સળકી ઊંચે આવ્યો. એનો ઘુઘવાટ પણ વધતો ચાલ્યો. કલાયોગીની આંખ ત્રાટક કરી રહી હતી. પર્વત કોતરી શિવ- પાર્વતીના નૃત્ય ચીતરવા માટે તેમને તાદૃશ પ્રતીક મળી ગયાં. ગતિગતિમાં ચિત્રો અને કવિતા રચાતાં. કલાયોગી પોતાની ઘેલછા વીસરી જઈ સ્થિર બની ગયાં. શિવપાર્વતીની મૂર્તિ ઘડવા માટે તેમને બંનેના અભિનયમાંથી વિપુલ સૂચનો મળ્યે ગયાં. પર્વતમાં ક્યાં કેવા ટાંકણાં મારવાં અને કેટકેટલી