પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦ : ક્ષિતિજ
 

________________

૩૦:શિતિજ ક્ષમાએ રેતીમાં ચાલવા માંડ્યું. સુબાહુએ પણ તેની પાછળ પગલાં ભય, ક્ષમાએ અટકી ક્રોધથી પૂછ્યું : કેમ મારી પાછળ આવે છે ?" ‘તું ક્યાં જાય છે એની ખબર છે ?' સુબાહુએ સામે પૂછ્યું. ‘તે જાણવાની મને પરવા નથી.’ માટે હું તારી સાથે જ આવું છું.' મારી સાથે ન આવીશ.” ક્ષમા ! આ પ્રદેશની તું મહારાણી હોત તો હું તારી આજ્ઞા માનત.' હું મારી સાથે રોમન મહારાજ્ય લઈને જ ફરું છું.” ‘એ રોમન મહારાજ્ય હવે લાટને દરિયે અટકી ગયું.” કારણ ? કારણ કે હું એ દરિયામાં ઊભો છું.' ક્ષમા એકાએક નીચે બેઠી સૂર્યું કિરણ લંબાવી ક્ષમાના મુખનો સ્પર્શ કર્યો. સુબાહુ પાસે ઊભો રહ્યો. બંને થોડી વાર શાંત રહ્યાં. સુબાહુ !” કેટલીક વારે ક્ષમા બોલી. કેમ ?” આ બધી જંજાળ તું છોડી દે તો? હું પણ તને એ જ કહું છું.” ‘મને કહ્યાનો ઉપયોગ નથી. પાસો પડી ચૂક્યો.” પણ કુકરી હજી ફેરવવાની છે ને ?” ફરતી થઈ ગઈ.' જેમાંની તું એક - કદાચ મોટામાં મોટી.” મોટી નાની કોણ જાણે, પણ આવતે વર્ષે આ દરિયાકિનારો રોમન ગરુડની પાંખ નીચે હશે.” બોલવાથી જ ભવિષ્ય ઘડાતાં હોય તો હું પણ એક સંકેત યાદ કરાવું.' “શો સંકેત? કહે, કહે.” ‘ગરુડ તો અમારા કૃષ્ણનું વાહન છે.” રોમન ધ્વજનું ફરી અપમાન કરીશ તો હું છૂટો છો મારીશ.' હું” કહી સુબાહુ જરા હસ્યો. તેની નજર નદી તરફ હતી. ક્ષમાને ક્ષણભર વિચાર આવ્યો કે છુટ્ટી કટાર ફેંકી સુબાહુને મારી નાખવો એ બહુ