પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૬૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૬:ક્ષિતિજ
 


મૂર્તિઓ ઉપજાવવી તેનો નિશ્ચય આપોઆપ તેમના હ્રદયમાં ઘડાય ગયો. રીઝી રહેલી પાર્વતીએ ઉદ્ધત નૃત્ય સામે પોતાનું લાસ્ય પાછું શરૂ કર્યું. અને જ્યારે પાર્વતીએ સંકોચાતા શિવને અભિનયમાં જ આલિંગન આપ્યું ત્યારે પ્રેક્ષકોએ ચકિત બની હર્ષના ઉદ્ગાર એક સારા સંભળાવ્યા. ચાલુ સુબાહુએ નૃત્ય બંધ કર્યું. ઉલૂપીએ અભિનય અને આલિંગન રાખ્યાં. કલા એકપક્ષી બની ગઈ અને પ્રેક્ષકવર્ગ ખડખડાટ હસી પડ્યો. એક સુજ્ઞ પ્રેક્ષકે વાંધો લીધો : ‘ઉલૂપીનો અભિનય અશ્લીલ કહેવાય.' ‘અશ્લીલ ? કેવી રીતે ?' કલાયોગીએ પૂછ્યું. ‘ઉલૂપી અને સુબાહુ પરિણીત નથી. આવો સ્પર્શ એ ન કરી શકે. ‘જા, જા હવે. તને કલાનું ભાન જ શું છે ? ઉલૂપી, ફરી એક વાર લાસ્ય...' કલાયોગીએ કહ્યું અને પ્રેક્ષકો ખડખડ હસતા વેરાઈ જવા લાગ્યા. ‘હમણાં જઈશ નહિ. કલાયોગી આપણને ચીતરી લેવા ધારે છે. ઉલૂપીએ સુબાહુનો હાથ પકડી નીચે બેસાડી કહ્યું. પ્રેક્ષકો વેરાયા, પરંતુ કલાયોગીનો પડછાયો પણ દેખાયો નહિ ! જોતજોતામાં ચારેપાસ એકાન્ત ફેલાઈ ગયું. સુબાહુ, ઉલૂપી અને ચંદ્ર સિવાય જાણે કોઈ જાગતું જ ન હોય એવો ભાસ થયો. હા; પેલો સાગર હજી અશાન્તિથી ઊછળ્યા જ કરતો હતો. ‘કલાયોગી દેખાતા નથી.' થોડી વારે સુબાહુએ કહ્યું. ‘ભલે ન દેખાય. મારી કલામૂર્તિ મને મળી એ બસ છે.’ ઉલુપીએ કહ્યું. અને તેણે બેઠેબેઠે સુબાહુને પોતાના ભુજમાં ભીડી દીધો.’ પેલા વિવેચકે કહ્યું તે ન સાંભળ્યું ?’ ધીમેથી સુબાહુ બોલ્યો. ‘શું ?’ ‘કે આપણે પરિણીત નથી ?’ ‘અમારા નાગલોકમાં ગાંધર્વ લગ્ન થાય છે. આર્યોમાં ખરાં કે નહિ?” ‘હાસ્તો.’ ‘તને અને મને બંનેને લગ્નમંત્ર તો આવડે છે. બોલવા માંડ.’ ‘સૂર્ય, અગ્નિની સાક્ષી વગર-' ‘મારા સૂર્ય અને ચંદ્ર તારી આંખમાં ચમકે છે. અગ્નિ મારા હૃદયમાં