પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવસર્જન:૪૪૭
 


ધીકે છે. બોલ; હવે કોની સાક્ષી જોઈએ ?' સુબાહુનો હાથ પકડી ઉલૂપીએ પૂછ્યું. સુબાહુએ જવાબમાં ઉલૂપીનો હાથ સામો દાબ્યો, અને ઉલૂપી સામે ક્ષણભર મીટ માંડી. ક્ષિતિજમાં ન હતું એ સૌંદર્ય એણે ઉલૂપીની આંખમાં નિહાળ્યું. સામે ટીકી રહેલી આંખ ન સહેવાતાં ઉલૂપીએ પોતાની આંખો મીંચી દીધી. અને ચંદ્ર પણ એક ટેકરાની પાછળ સંતાયો. આખી રાત તે દેખાયો નહિ...