પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કોનું ક્ષિતિજ ?:૪૪૯
 


દ્વીપ પાછળ સૂર્યોદય થયો. સુબાહુની પાછળ શિવઅગત્સ્ય ઊભા હતા. અને તેનીયે પાછળ વિશ્વઘોષનું ચીમળાતું શાપતત્પર તપ ડોકિયાં કરતું હતું. ચારે વ્યક્તિઓએ ક્ષમાના હસતા બાળકમાં કાંઈ ઊંડું ઊંડું ભાવિ નિહાળ્યું. અને ક્ષિતિજમાં પણ એવું જ અસ્પષ્ટ, ગૂઢ છતાં હસતું ભાવિ નિહાળ્યું. ક્ષમાએ આંખ ઉઘાડી. તેને બચાવનાર પ્રત્યેનો તેનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. ઉલૂપીએ બાળકને ક્ષમા પાસે ધર્યું. બાળકનું ગળું પીસી નાખવાની ક્ષમાએ ઇચ્છા કરી, પરંતુ તેના હાથમાં બળ ન હતું. ગળું પીસી નાખવા ઇચ્છતી મા સામે પણ બાળક હસી રહ્યું ! નિશ્વાસ નાખી ક્ષમાએ આંખો મીંચી દીધી. એકલી ડૂબવાને બદલે બાળક સાથે તે ડૂબી ગઈ હોત તો ? વિજયી રોમન પ્રજાની નિષ્ફળતા તથા શરમ તેની સાથે જ ડૂબી જાત અને તેની કથાને યાદ કરવાની કોઈ દ૨કાર પણ ન કરત ! એથી પણ વહેલી તક ઉત્તુંગના અનાચાર પ્રસંગે તેણે લીધી હોત તો? ઉત્તુંગે એને મરવા માટે એક ક્ષણ પણ ન આપી ! કે... કે... ઉત્તુંગના અનાચારે ક્ષમામાં કદી ન ઊપજેલા સુખકંપ ઉપજાવ્યા હતા ? અશિષ્ટતાની ભવ્ય પૌરુષભરી સ્વાભાવિકતાને ઓળખતાં ઉચ્ચ સંસ્કૃતિ મોહ પામી રહી હતી શું ?' મરવાની આવડત ક્ષમામાં ન હતી એમ ન કહેવાય. છતાં તે ઉત્તુંગના અત્યાચારને સહી રહી. પછી તો ઉલૂપીનો પહેરો તેને અનેક પ્રસંગે આપઘાત કે સંહાર કરતાં અટકાવી શક્યો હતો. બાળકના જન્મે પણ તેને જીવતી રાખી ! પેલા શિવઅગસ્ત્યની ઔષિધ વડે ! ઉલૂપી અને સુબાહુના મિલને તેને ફરી મૃત્યુની તક આપી. મળેલી તક માટે જ્યુપીટરનો આભાર માની તે બાળક સાથે સમુદ્રમાં ડૂબવા માટે ડુંગર ઊતરી. અને... અને... શા માટે એણે બાળકને રેતી ઉ૫૨ જીવતું સુવાડ્યું? બાળક પ્રત્યે તેને તિરસ્કાર હતો ? રોમની શરમ બાળકને તે ટૂંપો દઈ શકી હોત. તેને એક ક્ષણમાં ડુબાડી શકી હોત ! કયી નિર્બળતાએ તેના નિશ્ચયને ૧. જ્યુપીટર - ગ્રીક, રોમન દેવ