પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૦:ક્ષિતિજ
 


ડગાવ્યો ? કયી નિબળતાએ બાળકને સલામત રાખવા તેને પ્રેરણા કરી ? મૃત્યુ પછી સધળું વિસારે પડશે; બાળકને કોઇ જળચર કે વનર ચરી જશે, અથવા તે જીવશે તોય એનું રોમનત્વ એનામાંથી સરી જશે. એ વિચારે તેને પોતાની સાથે બાળકને જળમાં લેતાં રોકી. અને એ હસતાં બાળક પ્રત્યે છેલ્લી નજર નાખતાં ફૂટી નીકળેલો એ ઊર્મિઝરો... એમાં એ પૂરી ઘસડાઈ હોત તો તેનાથી જળમાં પગ પણ ન મુકાત ! કેવી ભયાનક નિર્બળતા ? બાળક તરફ છેલ્લી નજર પણ નાખવી જોઈતી ન હતી ! એનો રંગ તો ક્ષમા સરખો જ ઊજળો હતો ! પણ... પણ તેની આંખમાં ઉત્તુંગ કેવો ઊભરાઈ આવતો હતો ! હસવાને પાત્ર કુમળા ભાવ સૂચવતી ઉત્તુંગની આંખ તેને વારંવાર યાદ આવતી. ઉત્તુંગને ઉત્તેજિત કરી તે છાનીછાની હસતી પણ ખરી. એ ઉત્તુંગની આંખ બાળકમાં સજીવન બની ગઈ ! ‘બાળકની આંખો ફોડી નાખું તો ?’ ક્ષમાના મનમાં વિચાર આવ્યો, અને તેણે પોતાની આંખો ખોલી નાખી. બાળકને રમાડતી ઉલૂપી પ્રત્યે શિવઅગસ્ત્ય કહ્યું : ‘ઉલૂપી, રોમનોને સુબાહુએ સમુદ્રપાર કર્યા, આર્યાવર્ત બહાર પહોં- ચાડ્યા, પરંતુ આપણી વચ્ચે આમ ઊગેલા આ બાળરોમનને આપણે કેમ નિવારી શકીએ ?’ ખરું? ‘એને આપણો બનાવી દઈએ.' ઉલૂપીએ બાળકને ચુંબન કરી કહ્યું. અનેક સંહારો વચ્ચે ખીલતુંફૂલતું માનવતત્ત્વ સંહારોને પાત્ર છે ‘સુબાહુ, ક્ષિતિજમાં બાળક ઊગે છે.’ શિવઅગસ્ત્ય કહ્યું. ‘કોનું બાળક ?’ સુબાહુએ પૂછ્યું. ‘કોઈનું પણ. મારું, તારું કે ક્ષમાનું ! સંહાર નહિ, સુપ્રજનન એ માનવીનું ધ્યેય; નહિ ?' શિવઅગસ્ત્ય કહ્યું. ઉલૂપી શિવઅગસ્ત્ય સામે જોઈ સહજ બબડી ઃ સુબાહુને બાળક કેવું? ‘ઉલૂપી ! શું કહ્યું ?’ શિવઅગત્સ્યે પૂછ્યું. ક્ષમાની છાતી ધડકી ઊઠી : ‘બાળક પડી જશે તો ? ઉલૂપીને રમાડતાંય આવડતું નથી.’ ક્ષમાની વાણી નહિ, પણ હૃદય બોલ્યું. એની વાચામાં હજી શક્તિ આવી ન હતી.