પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રમણલાલ વ. દેસાઈ વડલા શા વિશાળ કુટુંબની જવાબદારી વહેતાં, વડોદરા જેવા મહત્ત્વપૂર્ણ ને પ્રગતિશીલ રાજ્યમાં ઉચ્ચ કક્ષાન વહીવટી કામગીરી દક્ષતાથી બજાવતાં, સંગીત-વ્યાયામ- રમતગમત-પુરાતત્ત્વ-સામાજિક સેવાકાર્ય એવા અનેકવિધ શોખ સાથે લેખનને પૂરક-પોષક એવી સંશોધનપ્રવૃતિમ સતત રમમાણ રહેતાં રહેતાં માતબર અને મબલખ સાહિત્યના સર્જન દ્વારા ગુજરાતને અડધી સદી સુધી આ સિદ્ધહસ્ત સર્જકે પોતાની સાથે રાખ્યું હતું. રમણલાલ વ. દેસાઈનાં સાહિત્યસર્જન પાછળ ગુજરાત ઘેલું હતું. એમની નવી નવલ ક્યારે બહાર પડે છે તે જોવા-જાણવા ગુજરાતનો વિશાળ વાચકવર્ગ ઉત્કંઠિત રહેતો. એમનાં પાત્રો પરથી સંતાનોનાં નામ પડાતાં ! ત્યારે સંસ્કારિતાનો એક માપદંડ ‘૨. વ. દે.નું સાહિત્ય વાંચ્યું છે કે નહિ' તે હતો. કેટકેટલા નવોદિત અને પછીથી પ્રતિષ્ઠિત લેખકોનો પ્રેરણાસ્રોત હતા ૨. વ. દે.. એક આખા યુગને એમણે પોતાના સર્જનમાં સમેટ્યો અને બીજા યુગોનાં ચિત્રણ-અર્થધટનમાંયે એને વિવિધ સંદર્ભે સાંકળી લીધો છે. આ યુગમૂર્તિ વાર્તાકાર આજેય હોંશથી વંચાય છે. એમના વિપુલ સર્જનના અમર વારસાને એમની જન્મશતાબ્દી નિમિત્તે, ફરી એકવાર કલાત્મક કાયાકલ્પ કરી, પુનઃ પ્રકાશિત કરતાં ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ... જન્મ: ૧૨-૫-૧૮૯૨ નિધન: ૨૦-૯-૧૯૫૪