પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અજાણ્યો પ્રદેશ : ૩૧
 

________________

અાયો પ્રદેશઃ ૩૧ સરળ હતું. છતાં તેણે કટાર ફેંકી નહિ. નદીના વાંકમાંથી એક નાનકડી હોડી નીકળી આવી. હોડી આગળ વધતી અટકી અને કિનારા તરફ વળી. તેમાંથી ત્રણ સૈનિક ઊતય અને ઝડપથી સુબાહુ અને ક્ષમા તરફ વળ્યા. સુબાહ નિશ્ચલ બેસી રહ્યો, પરંતુ ક્ષમાના મુખ ઉપર સહજ વિકળતા પ્રગટી. આ કોણ આવે છે ?' ક્ષમાએ પૂછવું. એ મારા સૈનિકો છે.” “કેમ આવે છે ?' ખબર આપવા.' શાની ?' “હું બે પાસની ખબર રાખું છુંઃ એક તો તારા વહાણનું શું થયું તેની, અને...” કેમ અટકી ગયો ?” ‘તારાં બીજાં વહાણ ક્યાં ગયાં તેની.' તું શી રીતે ખબર રાખે છે?” આપણે હજી દુશમન છીએ. મિત્ર બનીશું ત્યારે એ વાત કરીશું.' સૈનિકો આવી પહોંચ્યા. સુબાહુને નમન કરી એક સૈનિકે કહ્યું : “ભૃગુકચ્છ તરફ જતું વહાણ બળી ગયું.” ઠીક. કોઈ ઘવાયું તો નથી ને ?' સુબાહુએ પૂછ્યું. ચાર સૈનિકો.” ‘સ્ત્રી સૈનિકમાંથી કોઈ?” ના, જી.” બીજા સમાચાર ? રોમન વહાણો દક્ષિણ તરફ ઘસડાયાં.” ક્યાં ઊતર્યાં ? એ સમાચાર નથી.” ઠીક. આજ્ઞા ?' પૂર્વ તરફ વધો. જયરાજ ચિંતામાં હશે. બન્ને પક્ષને ખબર આપો કે ક્ષમાં મારી કેદમાં છે.' હું? તારી કેદમાં?... જરા પણ નહિ.” કહી ક્ષમા ઊભી થઈ અને