પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જ પૂર્વે આ મહારાજ્યોના ઘડતરની ક્રિયાઓ ચાલ્યા કરતી હતી ( [વાદ વાત છે. આપણે ધારીએ તે કરતાં વધારે આંતરરાષ્ટ્રિય તાવરણ તે સમયે પણ હતું. ગ્રીસ અને હિંદનો સંપર્ક તો જાણીતો છે રંતુ રોમન સામ્રાજ્ય પણ સ્થળ માર્ગે તેમ જ જળ માર્ગે આર્યાવર્ત ઉપર આક્રમણ કરવા તલપી રહ્યું હતું એવા સહજ પુરાવા ઇતિહાસ આપે છે. ફ્રેમ અને આર્યાવર્તનો સંબંધ સિક્કાઓથી, ઇતિહાસ ઉલ્લેખોથી અને મુસાફરોનાં વૃત્તાન્તો ઉપરથી સાબિત થાય છે. આવર્તની સંસ્કૃતિનો વિસ્તાર ઇરાન, કાસ્પિયન સમુદ્ર, મધ્ય એશિયા, અફઘાનિસ્તાન, તિબેટ સિયામ, મલાયા, સુમાત્રા, જાવા, બાલી અને બોર્નિયો સુધી હતો એટલું તો આજ પણ મળી આવતાં અવશેષો આપણને કહી શકે છે. એટલે આર્ય સંસ્કૃતિ આજના આવિર્તની બહાર પણ ફેલાઈ બીજી સંસ્કૃતિઓ સાથે સંપર્કમાં અને વિજયી ઘર્ષણમાં આવી હતી એમ માનવામાં મિથ્યાભિમાન નહિ પણ ઐતિહાસિક સત્ય રહેલું છે. એવા એક યુગનું ઝાંખું, આછું ચિત્ર આપવા ‘ક્ષિતિજ’માં પ્રયત્ન કર્યો છે. ગુજરાત અને ગુજરાતના સમુદ્રિકનારાએ આર્ય સંસ્કૃતિને એક બનાવવામાં, અને એ સંસ્કૃતિનો પરદેશમાં પણ વિસ્તાર કરવામાં ઓછો ફાળો આપ્યો નથી. રત્નમણિરાવનું ‘ખંભાત’, મંજુલાલ મજમુદારના વિશિષ્ટ ગુર્જરજીવનની એકતાના અભ્યાસ-લેખ, અને મણિભાઈ દ્વિવેદીની ‘પૂર્ણિ’ નદી અને ‘પાંચ હજાર વર્ષ ઉપરનું ગુજરાત’ : એ બધા કલ્પનાપ્રેરક અભ્યાસોમાં એ યુગની ઐતિહાસિક સામગ્રી ભેગી થતી જાય છે. એ સાથે આંતરરાષ્ટ્રિય સંસર્ગો પુરવાર કરવા અન્ય દેશોના ઇતિહાસ પણ સાથે જોઈ જવાની જરૂર ખરી. હિંદના મોર, હિંદનું સોનું, હિંદનું રેશમ અને હિંદનો વણાટ, વહાણ કે વણઝાર દ્વારા રોમ સુધી પહોંચાડનાર વ્યાપારીઓ રાજકીય સંબંધથી અલિપ્ત રહે એ માની શકાય એમ નથી. રાજકીય સંબંધ સૈન્યોની ગતિ અને મુત્સદ્દીઓનાં વિષ્ટિ- વિગ્રહની અપેક્ષા રાખે જ. એ પુરવાર કરવા માટે આછા અભ્યાસના પરિણામ રૂપ એક લેખ મનમાં ઘડાઈ રહ્યો છે, પરંતુ અક્ષરમાં ઊતર્યો નથી. ‘પૂર્ણિમા’ લખી ત્યારે ગણિકાની સંસ્થાનો ઇતિહાસ લખવાનો હતો. ‘ભારેલો અગ્નિ' એ સને ૧૮૫૭ના બળવાનો ઇતિહાસ મારી દૃષ્ટિએ લખવા પ્રેર્યો હતો. ‘ક્ષિતિજે પ્રાચીન યુગને ગુજરાતી અભ્યાસલેખમાં ઉતારવા વૃત્તિ જાગૃત કરી છે.