પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નાગપાશ : ૩૫
 

નાગાળ : ૩૧ સુધી લટકતાં હતાં. ગળામાં પહેરેલી ભૂરાશ પડતી નંગમાળા તેના ખુશ ઉંપ્રદેશ ઉપર ઝૂલતી હતી. અગ઼ઢાંકેલું ઉરમંડળ ક્ષમા જેવી સ્ત્રીની કલા- ભાવનાને પણ આકર્ષી રહે એવું પરિપૂર્ણ સૌષ્ઠવભર્યું હતું. કમરથી ઘૂંટણ સુધી ફેલાયલાં વસ્ત્રને વ્યવસ્થિત રાખતી કટિમેખલાની લટક વસ્ત્રના સળ સાથે મળી ખસી વિવિધ આકૃતિઓ રચી નાચતી હતી. તે વનનતકી તો નહિ હોય ? તેની આંખ હીરા સરખી ચળકતી હતી. તેનું મુખ ગોળ હતું, છતાં બહુ જ ઘાટદાર હતું. તેનો અધર સહજ મોટો હતો, તોય તેના ઉપર સ્મિત દીપી રહ્યું હતું. ગૌર ક્ષમા નજીક આવતા શ્યામ સૌન્દર્યને ભયપૂર્વક નિહાળી રહી. ‘બહુ ભય લાગ્યો ?’ શ્યામ યુવતીએ પાસે આવી શુદ્ધ આર્ય ઉચ્ચાર કરી પૂછ્યું. ‘મને ભય લાગતો જ નથી.’ શુદ્ધ માનવ વાણી સાંભળતાં ક્ષમાના હૃદયમાં હિંમત આવી. ‘તમારી ચીસ મેં સાંભળી ને !' ‘નાગડંખથી મરવાની મારી ઇચ્છા નથી.’ ‘પણ તમે નાગલોકમાં જ છો.’ ‘નાગલોક ?’ આશ્ચર્ય પામી ક્ષમાએ પૂછ્યું. તેણે નાગલોક વિષે અનેક વાતો સાંભળી હતી. સુલક્ષની સાથે હસતાં હસતાં તેણે નાગકન્યા જોવાની ઇચ્છા પણ દર્શાવી હતી. શું તેની સામે ઊભેલી યુવતી નાગકન્યા - ખરેખર નાગકન્યા હશે ? ‘હા. બહુ ભયંકર છે, નહિ ?' ‘તમને જોયા પછી બધી ભયંકરતા મટી જાય છે.' ક્ષમાએ કહ્યું. તેણે મુખ ઉપર કુમળા ભાવ બનાવવા મથન કર્યું. શ્યામસુંદરી ક્ષમા સામે ક્ષણભર જોઈ રહી. ‘હું પણ ભયંકર છું.’ હવે મને ભય લાગશે નહિ.’ ‘હું નાગણ બની જાઉં તો ?’ કાળી યુવતીએ હસીને પૂછ્યું. તેના ખુલ્લા કાળાશ તરફ વળતા હાથ નાગની ભ્રાન્તિ ઉપજાવે એમ હાલી રહ્યા. ‘તમે નાગકન્યા છો ?’ ક્ષમાએ પૂછ્યું. ‘ા.’ ગર્વથી યુવતીએ જવાબ આપ્યો. ‘દિવસે નાગનું રૂપ ધરો છો ?’