પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નાગપાશ : ૩૭
 

'ગ' 3, ક્ષમાએ દૂર નાગની ફણાઓ નિહાળી. નાગકન્યા સાથે હતી એટલે કદાચ ભય ઓછો થાય, પરંતુ એ લકટતા નાગનું નિવારણ નાગકન્યા પક્ષ કેમ કરી શકશે તેની ક્ષમાને સમજ પડી નહિ. તેના પગ ભારે થયા. ‘કેમ ? ચાલો ને ?’ ક્ષમાને અટકતી જોઈ નાગકન્યા બોલી. નાગ ન આવે એવો રસ્તો લ્યો.' ક્ષમાએ કહ્યું. ‘નાગના પ્રદેશમાં આવવું છે, નાગકન્યા સાથે રહેવું છે, અને નાગને દૂર કરવા છે ! એ કેમ બને ?’ ‘ચાલો. હું આવું છું.’ ક્ષમાએ હિંમત દર્શાવી કહ્યું. તમે આગળ થાઓ.’ ‘હું આગળ થાઉં ? તમે પુરુષ છો કે સ્ત્રી ?' નાગકન્યાએ હસીને ફરી ક્ષમા સામે મીટ માંડી. ક્ષમાને એક ક્ષણ માટે લાગ્યું કે તે પોતાનું સ્ત્રીત્વ સ્વીકારી લે તો સારું. પરંતુ સત્યકથન કદાચ તેને મુશ્કેલીમાં મૂકે તો ? ‘હું નાગણોથી ટેવાઈશ એટલે મારો ભય ટળી જશે.’ ક્ષમાએ જરા ટોળામાં કહ્યું. ‘વારુ. હું બધા નાગને ખસેડી દઉ છું.’ કહી નાગકન્યાએ પોતાની બંને હથેલીઓનો સંપુટ કરી શંખની માફક મુખ પાસે લાવી તેમાં ફૂંક મારી વિચિત્ર નાદ ઉપજાવ્યો. આશ્ચર્યચકિત ક્ષમાએ જોયું કે તેની સામે દેખાતી નાગની સેરો એકાએક અદૃશ્ય થઈ ગઈ. ચારે પાસ તેણે જોયું. પ્રથમ ઠામઠામ નજરે પડતા નાગની રેષાઓ હવે તદ્દન લુપ્ત થઈ ગઈ. ‘નાગ માણસ બને એ કથા શું ખરી હશે ?' ક્ષમાના મનમાં પ્રશ્ન ઊઠ્યો. પરંતુ નાગમાંથી માણસો થયા દેખાયા તો નહિ ! ગીચ ઝુંડમાં નાગ ચાલ્યા ગયા હોય ! નાગ નાદને આધીન કહેવાય છે. શું ખરું હશે ? ક્ષમા અને નાગકન્યા આગળ વધ્યા. દૂર દૂરથી એક ડંકો વાગતો હોય એવો અવાજ આવ્યો. ડંકાનો તાલ બહુ વિચિત્ર નિયમિતતાભર્યો હતો. પાંચેક ક્ષણમાં ડંકો સંભળાતો બંધ થયો. ‘જંગલમાં આ શું વાગે છે ?’ ક્ષમાએ પૂછ્યું. ‘તમે આવો છો એ સમાચાર અમારા આખા પ્રદેશમાં પહોંચી ગયા.’ નાગકન્યાએ કહ્યું. ‘આખા પ્રદેશમાં ? શી રીતે ?’ ‘ગાઉ ગાઉને છેટે આવાં થાણાં હોય છે. એક સ્થળે ડંકો વાગતાં દિ ૩