પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦ : ક્ષિતિજ
 

૪૦ ક્ષિતિજ

એકાએક નાગકન્યા બોલી ઊઠી : ‘આપણે નદીમાં નાહી લઈએ તો ?' ક્ષમા ફરી ભય પામી અને બોલી ઊઠી : ‘મારી પાસે વસ્ત્રો નથી.’ ‘વસ્ત્રો ? તમે વસ્ત્રપૂજક બની ગયેલી પ્રજા છો. મને વસ્ત્રની દરકાર નથી. ચાલો.’ નાગકન્યાએ ક્ષમાનો હાથ ઝાલ્યો. ‘નહિ, નહિ, આસપાસ પેલી સ્ત્રીઓ ફરે છે.' ક્ષમા બોલી. ‘રોમનો તો સ્નાનાગારની શોખીન પ્રજા છે. તમે કેમ કંટાળો છો ?' નાગકન્યાએ પૂછ્યું. બોલી. મારે મર્યાદા સાચવવી જોઈએ.' ‘કોની ? અમારી ?’ ‘હાસ્તો.’ ‘અમે વસ્ત્રવિહીનતામાં મર્યાદાભંગ માનતાં નથી. છતાં હું એક વલ્કલ તમારે માટે મંગાવું.’ મને આગ્રહ ન કરશો. મારે સ્નાન નથી કરવું.’ મૂંઝાઈને ક્ષમા વસ્ત્રવિહીનતાની કલ્પનાથી ભય પામતી ક્ષમાની મૂંઝવણ જોઈ નાગકન્યાએ અટ્ટહાસ્ય કર્યું.