પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨ : ક્ષિતિજ
 

૪૨ : ક્ષિતિજ

આટલી નહેરમાં તરતાં શી અડચણ ?' ‘મેં તો કહ્યું જ હતું, મારા મનમાં કે નૌકાધ્યક્ષ ભરદિયે તો મન એકાંત આકાશમાં રેલાતી આકાશગંગામાં બે તારિકાઓ તરતી હોય એમ આસપાસ ટેકરા હતા. બંને પાસ ગાઢ વન ઝઝૂમી રહ્યાં હતાં, ક્ષમા અને નાગકન્યા તરતાં તરતાં આગળ વધ્યાં. વસ્ત્રો સાથે તરતી ક્ષમાને નાગકન્યા જોઈ રહી હતી. ક્ષમાએ પણ તીરછી આંખે નાગકન્યા તરફ જોયું. ‘આ નહેર છે ?’ ક્ષમાએ પૂછ્યું. ‘હા. મેં બંધાવી.’ ‘શી રીતે ?’ ખાડ હતી. થોડા માસ પાણી રહેતું હતું. હવે બારે માસ પાણી મળે એવું ખોદાણ કરવાથી ખેતી થાય છે અને આમ કદી કદી તરવાની મોજ આવે છે.’ ‘તમે નાગ છો કે મનુષ્ય ?’ ‘કેમ ફરી ફરી પૂછો છો ?’ ‘આ પ્રદેશ બહુ વિચિત્ર લાગે છે.' ‘અશિષ્ટ, જંગલી, નહિ ?' ક્ષમા કાંઈ બોલી નહિ. પરંતુ તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા. તેની આંખમાં આવેલી સ્થિરતા કોઈ અવનવા વિચાર ઝંઝાવાતનું સૂચન કરતી હતી. ‘કેમ, થાક લાગ્યો ?’ નાગકન્યાએ પૂછ્યું. ક્ષમાનું હલનચલન નાગકન્યાની નજર બહાર ન હતું. ‘ા. હવે જરા આરામ માગું છું.’ ‘જળીયા પર સૂઈ જાઓ.' કહી નાગકન્યા વહેતા જલ ઉપર સીધી સૂતી. સૂતાં બરોબર તેના કંઠમાંથી એક ગીત ચારે પાસ રેલાયું. મીઠો, સ્પષ્ટ, ઝીણો છતાં જીવતો આલાપ જડસૃષ્ટિને પણ સંગીતમય - ચેતનમય બનાવી રહ્યા. અમે સૂતાં સરિત તણે હૈયે, હો છાની વાત કહીએ, કે આવે પેલો સૂરજ સંતાતો મોરી આંખમાં ! અમે હસતાં વારિમાંહી વહીએ, આ એ કોને વાત કહીએ ?