પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાધનો ભેગાં કરું છું છતાં અભ્યાસ લેખ લખાતા નથી. એ નથી લખાય એ માટે એક વિવેચકે ટકોર પણ કરી છે. માત્ર 'ઠગ'ની વાર્તામાં એ સંસ્થાનો અભ્યાસલેખ લખી શકાયો છે. નોકરી અને વાર્તા-લેખન વચ્ચે મારો અભ્યાસ કચરાઈ જાય છે એ હું જાણું છું. પરંતુ એ બંને ઝડપથી છોડ્યાં છૂટે એમ લાગતું નથી. એટલે અત્યારે તો માત્ર 'ક્ષિતિજ'ની વાર્તા આપી સંતોષ માનું છું. અને તે પણ પૂર્વાધ જેટલી - અધૂરી. 'ક્ષિતિજ' એટલી લંબાઇ છે કે તેને બે ભાગમાં વહેંચ્યા વગર ચાલે એમ નથી. આ પ્રથમ ભાગ પછીના બીજા ભાગમાં વાત પૂરી કરવાની, અને બીજો ભાગ બહુ ઝડપથી બહાર પાડવાની ખાતરી આ સ્થળે આપવા ઉપરાંત બીજું શું કહી શકું ? ગુજરાતને આ વાર્તા ગમશે ? રમણલાલ વ. દેસાઈ