પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રસ્તાવના


(ક્ષિતિજ:ભા.૨ જો)


‘ક્ષિતિજ’નો બીજો ભાગ પૂરો થાય છે અને તે સાથે એ વાત પણ સમાપ્ત થાય છે. આર્ય અને નાગસંસ્કૃતિનાં ઘર્ષણ તથા સમન્વય; વૈદિક અને બૌદ્ધ માર્ગની અથડામણ અને તેમાંથી તંત્રમાર્ગમાં ઊતરી પડતી બંનેની પ્રવૃત્તિ; ધર્મ, જાદુ, રાજદ્વાર અને વિજ્ઞાનનો સદુપયોગ કે દુરુપયોગ; વહેમ, કલ્પન અને તેમાંથી વિકસતી અદ્ભુત સૃષ્ટિ; ઈરાન અને આર્યાવર્તના ગાઢ સંપર્ક રોમન સામ્રાજ્યનાં એશિયા ઉપરના આક્રમણ તથા આર્યાવર્ત ઉપર પડતી લોલુપ દૃષ્ટિ; આર્ય પ્રજાનાં નૌયાન અને સમુદ્રસાહસ, પર્યટન અને પરદેશ વસવાટ; પર સંસ્કૃતિને અપનાવી લેવાની આર્ય સંસ્કૃતિની અતુલ શક્તિ

આ સર્વ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને એની પાર્શ્વભૂમિ ઉપર આ

વાર્તાનાં પાત્રોનું કાર્ય થતું કહ્યું છે - જોકે આપણો પ્રાચીન ઇતિહાસ હજી ખૂબ ઝાંખો છે. એમાંથી સળંગ ખ્યાલ આવે એવી રચના અનેક વિવિધતાભર્યા પ્રયત્નો થયા છતાં - હજી સિદ્ધ થઈ નથી. છતાં ‘ક્ષિતિજ'માં ઉપસાવેલી વાર્તાના ઘણા ઘણા પ્રસંગોને વિશાળ દૃષ્ટિએ જોતાં ઇતિહાસ ટેકો આપે એમ છે. બેત્રણ વસ્તુઓની સ્પષ્ટતા કરી લઉં. ‘ભારેલો અગ્નિ’માં મેં અદત્ત નામના પાત્રમાં અહિંસાની ભાવનાનું આરોપણ કર્યું છે. એને ઘણા વિવેચકોએ ઐતિહાસિક ભૂલ માની લીધી છે. મારો નમ્ર મત એવો છે કે આર્ય સંસ્કૃતિમાં ‘અહિંસા’ની ભાવના, નિઃશસ્ત્ર આક્રમણ કે આક્રમણનિવારણની ભાવનાનો એક પ્રાચીન કાળથી સતત વહેતો ચાલ્યો આવે છે... એટલું જ નહિ, પણ એ જ પ્રવાહ આર્ય સંસ્કૃતિને જીવંત રાખી અહિંસાને જીવનનાં સર્વ ક્ષેત્રોમાં વ્યાપક બનાવવાના પ્રયોગો કર્યે જાય છે. 'ક્ષિતિજ'માં પણ અમુક અંશે ‘અહિંસા’ના પ્રયોગનું સૂચન છે જ. મારી માન્યતા સાચી હોવાના અભ્યાસભર્યા પુરાવા હું રજૂ કરું - અને તે ઘણા છે - એના કરતાં અકસ્માત વર્તમાન હિંદના બે માનવંત વિચારકોના મળી ગયેલા પુરાવા હું આપું એ જ અહીં વાસ્તવિક લાગે છે. એક તો રાધાકુમુદ મુકરજી સરખા આપણી પ્રાચીન સંસ્કૃતિના અભ્યાસીનો પુરાવો. તા. ૨૫-૧૦-૪૦ના 'અમૃત બઝાર પત્રિકા'માં શ્રી મુકરજીએ મદ્રાસમાં આપેલા વ્યાખ્યાનનો નીચેનો