પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મંદિરમાં
 


ક્ષમા પણ સમજી કે ઉત્તુંગને ક્ષમાનો હાથ ગમ્યો છે. એ સ્થિતિનો લાભ કેમ ન લેવાય ? સંઘપતિ થવાની અભિલાષા સેવતો ઉત્તુંગ સ્પર્શવડે જીતી શકાય એમ ક્ષમાને લાગ્યું. ‘આજ ને આજ દીક્ષા ન લઈ શકાય.’ ઉત્તુંગે કહ્યું. ‘કેમ ?’ ‘એક દિવસનો ઉપવાસ કરવો જોઈએ ! દેહશુદ્ધિ માટે.’ ‘દેહશુદ્ધિ ?’ ક્ષમાએ પોતાના દેહ તરફ જોઈ હસી કહ્યું. દેહ કદી અશુદ્ધ બને જ નહિ એવી ભાવના ક્ષમાના હાસ્ય પાછળ છુપાયલી હતી. ‘ા. આર્યત્વનું એ પહેલું પગથિયું છે.’ ઉત્તુંગે કહ્યું. ઉત્તુંગના કથનમાં આછો મર્મ છુપાયેલો ક્ષમાને દેખાયો. આર્યત્વ પ્રત્યે એમાં કટાક્ષ હતો. પણ મારે તો એક દિવસનો ઉપવાસ થઈ ગયો હશે. ગઈ કાલની હું ભૂખી છું.’ ઉત્તુંગને એ વાત ખરી લાગી. ક્ષમાને તે ઉપાડી લાવ્યો. ગઈ કાલે બોરે. બીજા દિવસની રાત્રિ શરૂ થઈ ગઈ હતી. વચમાં બાર પહોર વીતી ગયા હતા. એ બધો સમય ક્ષમા ઘેનમાં બેભાન બની સૂઈ રહી હતી. ‘હું આચાર્યને પૂછી જોઉ છું.’ ઉત્તુંગે કહ્યું, અને તેણે પાછા ફરી ડગલું ભર્યું. ‘મને લઈને જા’ ક્ષમાએ કહ્યું. ક્ષમાના કંઠમાં ઊતરેલા આવે ઉત્તુંગને પાછો ફેરવ્યો. ‘ત્યાં આવીને શું કરીશ ?’ બધાને જોઈશ, જોઈશ એટલે અહીં રહેવાનું મન વધારે થશે.’ ઉત્તુંગ જરા વિચારમાં પડ્યો. ઘંટનાદ થયા કરતો હતો. આરતીનો સમય હતો. ક્ષમાને મંદિરમાં લઈ જઈ શકાય એમ નહોતું. તેને કોઈ પણ સ્થાને બહાર ઊભી રાખવી પડે. પણ તેમાં કશી હરકત ઉત્તુંગને દેખાઈ નહિ. ક્ષમાથી હવે નાસી જવાય એમ નહોતું.