પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭ : ક્ષિતિજ
 

મંદિરમાં : ૫૭
 

મંદિરમાં : ૫૭ ઉત્તુંગ જરા ચમક્યો. પ્રશ્નોનો જવાબ માત્ર પોતાનું નામ આપી વાળનાર એ પુરુષ તરફ સહજ જોઈ પણ રહ્યો. સુબાહુનું નામ તેણે સાંભળ્યું હતું. સુબાહુનો મુકાબલો પણ તેણે ઘણી વખત કર્યો હતો. તેને નાગપ્રદેશમાં આવવાની છૂટ હતી એ પણ ઉત્તુંગ જાણતો હતો. એટલું જ નહિ, એક સમય બંને ભેગા ઊછરતા હતા. છતાં તેને આ જવાબ ખૂંચ્યો. તેણે કહ્યું : ‘મારા પ્રશ્નનો જવાબ નથી.’ ‘એમ ? મારા મનમાં હતું કે નાગપ્રદેશના સેનાપતિએ સુબાહુનું નામ સાંભળ્યું હશે.' ‘નામ ધારણ કરનારને ઓળખવો શી રીતે ?’ સુબાહુએ ઉત્તુંગ સામે પૂરું મુખ ફેરવી નજર કરી અને કહ્યું : ‘જો, હવે મને ઓળખ્યો ? શા માટે હું આવ્યો છું તે હું આરતી થઈ રહે સમજાવીશ.' બંને જણ શાંત રહ્યા. આસપાસ લોકોનું ધ્યાન તેમના તરફ સહજ ખેંચાયું. મંદિરમાં આવનાર સહુ કોઈ દેવની સતત ધારણા કરી શકે નહિ. વધારે ધ્યાન ન ખેંચાય એ માટે ઉત્તુંગે શાંતિ ધારણ કરી. આરતી પૂરી થવા આવી હતી. પૂજારીના શ્લોક સાથે લોકસમૂહ પણ સાથ પૂરતો હતો એટલે સમૂહગીત સરખી ઉત્તેજક આરતી દેવને નામે લોકસમૂહને એકતા અર્પતી હતી. ભીષણ યકાર વચ્ચે આરતી પૂરી થઈ. દેવને અને ભક્તોને આરતીની આશકાઓ અપાઈ. તે જ ક્ષણે એક સ્ત્રીએ મંદિરમાં પ્રવેશ કર્યો. એ ઉલૂપી હતી. સહુએ તેને માર્ગ આપ્યો. આછા પરંતુ કીમતી વસ્ત્રમાં સજ્જ થયેલી ઉલૂપી એકલી આગળ વધી અને શિવનાં દર્શન કરી પાછી ફરી. સ્મિતભર્યા મુખે તેણે માનવસમુદાય તરફ જોયું, સહુને એક સામટું નમન કર્યું. અને ઉત્તુંગ તરફ સ્પષ્ટ દૃષ્ટિ ફેંકી સ્મિતભર્યા મુખે તેણે ચાલવા માંડ્યું. તેની પાછળ ઉત્તુંગ પણ ચાલ્યો. બહાર દીવા પાસે ક્ષમા ઊભી ઊભી ઝીણવટથી સઘળું જોતી હતી. ઉત્તુંગ મંદિરમાં ગયો તે વખતે ક્ષમાએ પણ પાછળ જવા પ્રયત્ન કર્યો. પ્રવેશતા ટોળા ભેગાં અંદર દાખલ થઈ જવાનો બહુ સામાન્ય પ્રયત્ન સફળ થશે કે કેમ તેની ક્ષમાને શંકા જ હતી. છતાં આ અર્ધસભ્ય જંગલવાસીઓની અવ્યવસ્થાનો લાભ લેવા તેને સાહજિક વૃત્તિ થઈ આવી, અને એક ટોળા ભેગી મંદિરના દ્વાર સુધી પહોંચી. ઊમરામાં પગ મૂકતાં બરોબર એક સ્ત્રીએ ક્ષમાનો હાથ પકડ્યો