પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮ : ક્ષિતિજ
 


અને નરમાશથી કહ્યું :

‘તમારાથી અંદર નહિ જવાય.' ‘કેમ ?’ ક્ષમાએ આશ્ચર્યથી પૂછ્યું. ‘તમારો અધિકાર નથી.' ‘શા માટે નથી ?’ ‘હમણાં ખસી જાઓ.’ ‘હું જરૂર જઈશ.’ કાંઈ પણ ન બોલતા તે સ્ત્રીએ બીજી એક સ્ત્રીની સહાય વડે ક્ષમાને માર્ગ વચ્ચેથી દૂર કરી. થોડી વાર તે ત્યાં ને ત્યાં ઊભી રહી. સ્ત્રીપુરુષનાં ભેગાં ટોળાં સંકોચરહિત ઢળે જતાં આવતાં જોઈ ક્ષમાને રોમન ફાગનો ઉત્સવ યાદ આવ્યો. ‘આ લોકોના ફાગ કેવા હશે ?' તેના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો. પરંતુ અતિ વસ્ત્ર ધારણ કરતી પ્રજાના ફાગ નવસ્ત્રી પ્રજાના ગ કરતાં વધારે વિશુદ્ધ હોય એવો કાંઈ નિયમ નથી. રોમનો પણ ફાવે ત્યારે પરિધાન ઓછાં વધતાં કરતા, અને બગીચાઓ, સ્નાનાગાર તથા વ્યાયામશાળાઓમાં અકલ્પ્ય ફાગ રમી શકતા હતા. ક્ષમાને એવો જ કોઈ દિવસ યાદ આવ્યો. હમણાં હમણાં કુમળા ભાવ કેમ જાગતા હશે ?’ ક્ષમાએ પોતાના માનસનો વિચાર કર્યો. ભારતવર્ષ જીતવાનો જળમાર્ગ શોધવા આવેલી વીરાંગના સાધનરહિત થઈ ગઈ હતી. તોય સ્ત્રીસહજ કંપ કદી કદી અનુભવતી હતી. ‘મારામાં કોઈ ખામી પ્રવેશતી જાય છે.' કુમળા ભાવોને સમૂળગા દબાવી જગતવિજેતાનું સ્થાન મેળવવા ઇચ્છતી સ્ત્રીને પોતાની ખામી લાગે એવા જ પ્રસંગો બનતા હતા. આ વખતે તે નિષ્ફળ નીવડી હતી. ભારતવર્ષમાં જ તે કેદ પકડાઈ હતી તેમાંથી કેમ છુટાય ?’ ક્ષમા પાછી ઓટલા નીચે આવી પોતાના સ્થાન ઉપર ઊભી રહી. દીપમાળના પ્રકાશમાં સ્ત્રીપુરુષોના દેહ રમણીય લાગતા હતા. ‘અહીંથી ચાલી જા.’ ક્ષમાએ પોતાના કર્ણ નજીક શ્વાસ સરખી ધીમી સ્વભાષાની શબ્દાવલી સાંભળી. સુબાહુ અને સુકેતુને રોમન ભાષા બોલતા સાંભળ્યા હતા. સુબાહુ તો નહિ હોય ? ખરેખર તેણે સુબાહુને જ પોતાની પાસેથી પસાર થતો નિહાળ્યો. સુબાહુ જવાબ સાંભળવા ઊભો રહ્યો નહોતો. તે મંદિર તરફ ગયો, અને