પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૮૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪ : ક્ષિતિજ
 


હા, હા. કાલે રકાબીઓ લઈ આવી. તમારામાં ભળી જવા ધારું છું.' ક્ષાએ થાળ 131 આવનાર સ્ત્રીને કહ્યું તે થાળ લઈ ચાલી ગઈ અને થોડી વારમાં બન ક્ષમાએ નહિ જોયેલાં કેટલાંક ફળ તેમાં હતાં. જોયેલાં ફળની બહુ જ જાત તેની નજરે પડી. ફળ ખાતાં ખાતાં તેના મનમાં આવ્યું : ‘આવાં ફળ ભરેલો પ્રદેશ હાથમાં ક્યારે આવશે ?’ જમી રહીને તે ફરી આડી પડી. થોડી ક્ષણોમાં તેનો થાક અદૃશ્ય થઈ ગયો, અને તેનામાં અદ્ભુત સ્ફૂર્તિ જાગી. ‘ક્ષમા ! નિદ્રા નથી આવતી ?’ ઉત્તુંગે પૂછ્યું. ના. માથું અને શરી૨ ખૂબ દુઃખે છે.’ ક્ષમાએ કહ્યું. ‘જો, આ બાઈ તને માથું દબાવી આપશે.' બાઈ નહિ, તું દબાવી આપ.’ ક્ષમાએ કહ્યું. ‘હું ? આજે જ ?’ ‘આજે જ નહિ તો ક્યારે ?’ ઉત્તુંગે સંકોચસહ ક્ષમાના માથા ઉપર હાથ મૂક્યો. સ્ત્રીપુરુષના સ્પર્શ આ પ્રદેશમાં સંકોચ ઉપજાવતા નહોતા. ક્ષમાને ઉપાડી ઉત્તુંગ આવ્યો ત્યારે એને હૃદયમાં કશો ચમકારો થયો ન હતો. અત્યારે ક્ષમાનો સ્પર્શ તેને ચમક આપી રહ્યો હતો. ઉત્તુંગ સરસ રીતે માથું દબાવી શકતો હતો. ક્ષમાનું માથું દુઃખતું ન હતું છતાં એ ઉપચાર તેને ગમતો હતો. ઉત્તુંગ રોમ આવે તો તેની માથું દબાવવાની કળા તેને લોકપ્રિય બનાવી શકે. ‘ઉત્તુંગ ! આ બાઈને અંદર જવા દે,' ક્ષમાએ કહ્યું. ‘કેમ ?’ એ બેઠી હશે તો મારાથી સુવાશે નહિ wwww.. ‘કારણ ’. EG ‘કોણ જાણે ! પણ મારું આરોગ્ય સાચવવું હોય તો એ અહીંથી ખસવી જોઈએ.’ ‘આજ આપણે સાથે એકલાં રહેવું ઠીક નહિ.' ‘ત્યારે તને તારામાં કે મારામાં વિશ્વાસ નથી, ખરું ? ઠીક, તું ખસી જા વેગળે બેસ.' ‘માથું નથી દબાવવું ?’ ‘ના.’