પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૮૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
લાલચ : ૬૫
 

‘હજી દુઃખે છે ?’ ‘હા.’ ‘તોય નથી દબાવવું ?’ ‘ના. તારા સરખા નિર્માલ્ય પુરુષનો સ્પર્શ હું માગતી નથી. ‘નિમલ્પિ ?’ નાગલોકના સેનાપતિ ઉત્તુંગને નિર્માલ્યતાનો આરોપ વધારેમાં વધારે ખૂંચતો. તેણે જીવનભર એવું કશું જ કર્યું ન હતું કે જેથી તે સ્વપ્ને પણ એ આરોપને પાત્ર બની શકે. ‘ા. જેનાથી સાક્ષી વગર રહેવાય નહિ એના મનની દુર્બલતા દયાજનક છે.’ ઉત્તુંગે એકાએક પોતાની બોલીમાં થાળ લઈ આવેલી સ્ત્રીને આજ્ઞા કરી. તે સ્ત્રી બધી વસ્તુઓ ઉપાડી ત્યાંથી ચાલતી થઈ. ક્ષમાએ ઓરડામાં દૃષ્ટિ ફેરવી. ઉત્તુંગ કોઈ ત્યાં દેખાયું નહિ. ક્ષમા અને ક્ષમા સિવાય બીજું હસી અને તેણે ઉત્તુંગને કહ્યું : ‘હવે મને લાગે છે તું સંઘપતિ થઈ શકશે. માથે હાથ મૂક.’ ISSE SW 200 CP Duke GRE ઉત્તુંગે ક્ષમાને કાળે હાથ મૂક્યો અને ક્ષમાએ હસતે હસતે મુખે આંખ મીંચી દીધી. આંખ મીંચ્યા છતાં તે ઉત્તુંગના મનોભાવને - મુખ- ભાવને પણ - દેખી શકતી હતી. ક્ષમાનું ગૌર લલાટ, રૂપઅંબારશું મુખ, કળી ભમર અને અણિયાળી ચિબુક ઉત્તુંગની આંખને ખેંચી રાખતાં હતાં એ ક્ષમા વગર જોયે દેખી શકતી હતી. તેના મુખ ઉપરથી આંખ ખસતાં ઘાટદાર સ્કંધ, ગૌર કંઠ નીચે વિકસતું મોહક પુષ્પગુચ્છ સમું ઉરમંડલ અને ઢાંક્યા બરફચોસલાશું ઉદર ઉત્તુંગની આંખને ખેંચી ઉત્તુંગને રસનાલ્પના પ્રદેશમાં પહોંચાડતાં હતાં એ ક્ષમા જાણે પ્રત્યક્ષ જોતી હોય એમ તેને લાગ્યું. અને પાતળી કમરમાંથી વહી રહેલા રસઝરા સરખા લંબાયલા પગ મેઘધનુષ્ય જેટલા અપાર્થિવ અને દિલ ઉશ્કેરનારા બની જતા હતા એ ક્ષમાના ધ્યાન બહાર રહે એમ હતું નહિ. આંખ મીંચ્યા છતાં તે ઉત્તુંગના પ્રત્યેક મનોભાવને દેખતી હતી. દેહ આટલો બધો ઉપયોગી હતો એ તેણે આજે બરોબર જાણ્યું. દેહદ્વારા તે નાગલોકના સેનાપતિને મૂર્છિત કરતી હતી - જાણે મૌવ૨થી મણિધરને વશ કરતી હોય નહિ દેહનો આ ઉપયોગ ?' એકાએક ક્ષમાના મનમાં પ્રશ્ન ઊઠ્યો. દેહની - રૂપની - ક્ષમા શોખીન હતી. તે સતત યૌવન માગતી હતી. છતાં તેનો દેહ અને તેનું રૂપ તેની અભિલાષા - એષણા આગળ ગૌણ બની ગયાં હતાં. આજ તેને લાગ્યું કે દેહનો - રૂપનો અભિલાષાતૃપ્તિમાં ઉપયોગ થઈ શકે