પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
બંધન મુક્તિ
 


આંખો મીંચ્યું કાંઈ નિદ્રા આવે ? નાગપ્રદેશ માનવપ્રદેશ હતો. નાગપ્રદેશ કોઈ સ્વર્ગ કે અર્ધસ્વર્ગ ન હતો. કદાચ ને પિશાચપ્રદેશ હોય ! નહિ ? નાગપ્રદેશની અલૌકિકતા ર નાગપૂજાના ગૂઢ ભેદ છતાં માનવ જગતથી એ પરપ્રદેશ ન હતા. અને અને માનવપ્રદેશ સર્વદા રોમનોનો વિજયપ્રદેશ જ હોઈ શકે. પરંતુ હવે ? ક્ષમાના બધા જ પાસા અવળા પડ્યા હતા. તોફાને તેના સૈન્યને ઘસડી ક્યાં ફેંક્યું તેનો એને ખ્યાલ ન હતો. જેનો ડ૨ હતો તે જ સુબાહુ અને સુકેતુના હાથમાં તેનું વહાણ જઈ પડ્યું. તેમના હાથમાંથી છૂટવાની યુક્તિ કરવા જતાં તે સુબાહુના હાથમાં પકડાઈ અને વહાણ સુકેતુના ક્રોધમાં ભસ્મ બન્યું. પરંતુ સુબાહુએ તેને કેમ બંધનમાં ન નાખી ? શા માટે તેન નાગપ્રદેશમાં પ્રવેશ થવા દીધો ? રોમન વ્યાપારીઓનું સંસ્થાન શોધવા જતાં તે નાગલોકોની ભુલભુલામણીમાં ગૂંચવાઈ ગઈ. હવે એ ભુલ ભુલામણીમાંથી બહાર કેમ નીકળવું ? સુબાહુ નાગપ્રદેશમાં આવી ચૂક્યો હતો. ઉલૂપી સાથે તે ફરી શકતો હતો. દેવાલયમાં તે જઈ શકતો હતો. નાગલોક સરખી જ તે સ્વતંત્રત ભોગવતો. અને ક્ષમાને એ સ્વતંત્રતા કેમ નહિ ? ઉત્તુંગને સંઘપતિ બનાવવાની તીવ્ર ઇચ્છા હતી. આર્યો સામે તેનો ભારે વિરોધ હતો, છતાં તેણે ક્ષમાની સહાય સ્વીકારી નહિ; મુગ્ધ થવા છતાં ક્ષમાને તે વશ થયો નહિ. તે વશ થયો હોત તો આ પ્રદેશમાંથી ભાગી જવાત, રોમન સંસ્થાન શોધી શકાત, રોમમિત્ર અવંતીપતિની સહાય મેળવી શકાત, અને ત્યાંથી દક્ષિણે જઈ આંધૃભૃત્યોને ઉશ્કેરી શકાત. પછી ભારતવર્ષના પ્રદેશ પ્રદેશ વચ્ચે ઝઘડા ઊભા કરી શકાત, અને ઝઘડાઓમાંથી આર્યાવર્તની પ્રાચીન ભૂમિ-સુવર્ણભૂમિ ઉપર રોમન સામ્રાજ્ય સ્થાપી શકાત. પણ એ બધી શક્યતા ભૂતકાળમાં ચાલી ગઈ. હવે શું ? આજની રાત વીતી જાય તો ઉત્તુંગ સાથે લગ્ન કરવું પડે ! એ કેવો