પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦

૧૦ અહિસાનાં જે લક્ષણોને ચીઢ ચઢે એવી રીતે ચીતર્યા તેના સ્વીકાર વિર શીલ માણસોમાં થશે નહિ. સત્ય અને યુદ્ધ સરખી પરસ્પર વ પ્રવૃત્તિઓ બીજી છે જ નહિ. પૂછવાનું મન થાય છે કે બળવાના સ્વ દિવસોની એક વાત પ્રો. જહાના ધ્યાન ઉપર આવી છે કે નહિ. એ પ્રસંગે એક સાધુએ પોતાના દેહ ઉપર સંગીનની મૃત્યુપ્રેરક શીત અણી ખોસાતી અનુભવી. તત્કાળ તેણે આંખો ઉઘાડી અને સંગીન મારનાર તરફ સ્મિત સહ હાથ લંબાવી ઉચ્ચાર કર્યો : ‘તત્ત્વસમી - તું તે જ ઈશ્વર છે !’ એ વાત જો તેમણે સાંભળી હોય અને છતાં અહિંસા વિરુદ્ધ આવું ટાયલું કર્યું હોય તો દેખીતું જ છે કે અહિંસાનું ઊંડું રહસ્ય તેઓ સમજ્યા જ નથી.” અહિંસા સર્વ ધર્મનો આત્મા છે, અને આર્ય ફિલસૂફી તથા આર્ય જીવનમાં તો અહિંસાના સિદ્ધાન્તની અસર પ્રાચીન કાળથી ચાલી આવી છે. વર્તમાન યુગના સંજોગો અનુસાર ગાંધીજીમાં વ્યક્ત થતી અહિંસા વર્તમાન હિંદ તથા જગતની હિંસાત્મક પ્રવૃત્તિનો આર્ય પ્રત્યાઘાત છે એમ મારું નમ્ર મંતવ્ય છે. નૂતન જગતસંસ્કૃતિ એમાંથી જ સર્જાય છે. મારી વાર્તાઓના વિવેચનમાં એક નોંધ વારંવાર એવી કરવામાં આવે છે કે, મારી વાર્તામાં ‘ભેદ’નું વાતાવરણ હોય છે અને તેમાં સાધુઓ એક અગર બીજે સ્વરૂપે આવ્યા કરે છે. એ ખામી તરીકે ગણાય છે કે કેમ તેની હજી પૂરી સ્પષ્ટતા થઈ નથી - પરંતુ એને ખામી માની મેં એ દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્ન કર્યો. ગુજરાતી તથા અંગ્રેજીમાં વાંચેલી કેટલીક વાર્તાઓ હું વિચારી ગયો. લગભગ એ સર્વ વાર્તાસમૂહમાં મને ‘ભેદ’ અને ‘સાધુ’ દેખાઈ આવ્યા. ગોવર્ધનરામ મને મુનશી સરખા કલાકારોમાં પણ મેં એ તત્ત્વ આગળ પડતું જોયું, અને મારા હૃદયમાં એક પ્રશ્ન ઊભો થયો : ભેદના અભાવવાળી ગુજરાતી સાહિત્યમાં કોઈ સારી વાર્તા છે ખરી ?- બીજી ભાષાઓના સાહિત્યની વાત બાજુએ મૂકીએ તોપણ. સાધુ જેમાં ન હોય એવી કોઈ જાણીતી ગુજરાતી વાર્તા મને કોઈ બતાવશે ? સરસ્વતીચંદ્ર, વેરની વસૂલાત, પાટણની પ્રભુતા...સાધુના પાત્રવિહોણી વાર્તાઓ કેટલી? જે ઘડાતી સંસ્કૃતિનાં પ્રતીકો અરવિંદ ઘોષ, દયાનંદ, વિવેકાનંદ, ટાગોર, ગાંધી, સહજાનંદ, રાહુલ સાંકૃત્યાયન અને છેલ્લે છેલ્લે ધ્યાન ધરતાં ધરતાં અદૃશ્ય બનેલા સુભાષ બોઝ કે સુખવૈભવને તિલાંજલિ આપતા જવાહર નેહરુ હોય, તે સંસ્કૃતિને સ્ફુટ કરતા સાહિત્યમાંથી સાધુઓ દૂર કરવા દુર્લભ કાર્ય તો છે જ - નિદાન મારા જેવા સામાન્ય વાર્તાકાર માટે દુર્લભ ખરું જ.