પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪ : ક્ષિતિજ
 


‘તમારી પાસે જ રાખ્યો છે ?' ‘હા.’ ‘તમને કરડતો નથી ?’ ‘ના.’ ‘મને કરડશે ?’ ‘એનો અનુભવ ન થાય તો જ સારું.’ ‘હું દૂરથી હથિયાર મારું તો ? નાગ કેટલે દૂર સામે થઈ શકે ?’ ઇચ્છા હોય તો તેમ કરી જુઓ.' ‘તેમ કરી તો જોઈશ જ.’ ‘નાગપ્રદેશ બધા સંજોગો માટે સજ્જ રહે છે.’ ‘એમ ? ત્યારે નાગલોકો આવાં જંગલોમાં કેમ ભરાઈ રહે છે ?” ‘જંગલો સપાટ પ્રદેશ કરતાં નાનાં નથી.’ ‘પણ સપાટ પ્રદેશ જેટલાં સંસ્કૃત તો નહિ જ ને ?' ‘એ તમે અહીં રહેશો ત્યારે સમજાશે.’ શું કરવું તેની ક્ષમાને સમજ પડી નહિ. ક્ષણ-ક્ષણ જતી હતી અને તેની વ્યાકુળતા વધતી હતી. તે પાછી કઠણ પથારીમાં પડી. વાતાવરણમાં હળવું હળવું સંગીત સંભળાતું હોય એવો ક્ષમાને ભાસ થયો. તે મનુષ્યકંઠ ન હતો. એ કયું વાઘ હશે કે જેમાંથી આવી મીઠાશ આખા શહેર ઉપર પથરાતી હશે ? ક્ષમા સાંભળી રહી. સંગીત તેના હૃદયને હલાવતું - તેના હૃદયને રડાવતું. કોઈ પણ વસ્તુ તેને સંગીત જેટલી મોહક લાગતી નહિ. અતિ મોહકતાને લીધે તે ઘણી વાર સંગીતને તરછોડી ખસી જતી. સામ્રાજ્યસ્થાપનમાં સંગીત આડે આવે એવો તેને ભય હતો. આ સંગીત તો જાણે સમષ્ટિ ગાઈ રહી હોય એવો ખ્યાલ તેને આવ્યો. પ્રત્યેક સ્થળથી એ સંગીત આકાર લેતું હોય એમ લાગ્યું. મદિરા સરખી વ્યાપક મહેકતા તેમાં વસેલી હતી. તેને સૂરનિદ્રા આવવા લાગી. આવા સુંદર, મધુર સૂરના ભણકારા સાથે માનવી નિદ્રા લે કે મૃત્યુ પામે તો તેનું જીવન સાર્થક ગણાય. તેણે નિદ્રામાં સહજ ડૂબકી મારી પણ તે સાથે જ તેના અંતરમાંથી કોઈએ તેને ધક્કો મારી જાગૃત કરી દીધી. ‘હું કેમ સૂવા લલચાઈ ?’ તેણે પોતાના મનને પૂછ્યું, અને સંગીતની જાળ તોડતી હોય એમ પ્રયત્ન કરી તે પાછી પથારીમાં બેઠી. સેવિકા દૂર એક થાંભલાની સાથે તેના તરફ જોતી બેઠી હતી. દીવો ઝગમગ બળતો હતો.