પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આશ્ચર્ય : ૮૩
 

આશ્ચર્થ: ૮૩ ઘણી નીચે ઊતરી આવી હતી. સાષિ અદૃશ્ય થઈ ગયા હતા. વનવૃક્ષો ત્યાં ન હતાં. પરંતુ આખા મંદિરને દીવાથી શણગારવાની રચના આટલે ઊંડે શક્ય હતી તે તેના ધ્યાનમાં આવ્યું. પરંતુ દીવા હજી નીચેના ભાગમાં સળગતા હતા. અગાસી સૂની હતી અને તેને નીચેથી કોઈ જોઈ શકે એમ નહોતું. નીચે પહેરેગીરો ઊભેલા દેખાતા હતા અને વેરાયલાં મકાનોમાં પણ જવરઅવર આછી દેખાતી હતી. આ મંદિર હશે ? ધર્મસ્થાન હશે ? શસ્ત્રાગાર હશે ? કે મંત્રણાસ્થાન હશે ? ઉ૫૨ જોયેલા નિવાસ કરતા એ ભાગમાં રચના અને અનુકૂળતાઓ વધારે હોય એમ લાગ્યું. હવે નૃત્ય-સંગીતની તે વધારે નજીક આવી ગઈ હતી. કુતૂહલમાં ક્ષમા સર્વ ભય વીસરી ગઈ. અગાસીને એક ખૂણે નાનકડી પથ્થરની છત્રી હતી, એવી છત્રી ચારે ખૂણે સ્થાપત્યની શોભા વધારતી હતી. તેણે છત્રીની અંદર પગ મૂક્યો. સાંકડા મિનારા સરખી એ છત્રી નીચે ચારે પાસથી ઢાંકેલાં પગથિયાં તેની દૃષ્ટિએ પડ્યાં. ગોળાકૃતિએ કોરેલાં એ પગથિયાં નીચે ઊતરતાં ક્ષમાએ ગાઢ અંધકાર અનુભવ્યો હતો. અતિઅંધકારે એક ક્ષણ માટે તેની છાતીમાં ધબકાર ઊઠ્યો. પરંતુ એ ધબકારને શમાવી, હાથ અને પગથી માર્ગ શોધી, તે નીચે ઊતરવા લાગી. સહજ આગળ ઊતરતાં તેને અજવાળાનો ભાસ થયો. અને એ અજવાળું સહજ નીચે ઊતરતાં સ્પષ્ટ થયું. બંધ સોપાનમાં નાના નાના ખુલ્લા ગોખ થોડે થોડે અંતરે ગોઠવાયા હતા. તે પ્રકાશને માર્ગ આપતા હતા. એક ગોખમાંથી તેણે નીચે નજર ફેંકી. નીચે નર્તકીઓ ઝળઝળ થતા દીપપ્રકાશમાં નૃત્ય કરી રહી હતી. પંદરેક સ્ત્રીપુરુષ ગાદી ઉપર તકિયાને અઢેલી બેઠાં હતાં. ઉપરથી તેમનાં મુખ બરાબર દેખાતાં ન હતાં. છતાં પ્રકાશ પ્રત્યેકની જાતિ ઓળખાવી આપતો હતો. ક્ષમાને લાગ્યું કે હજી નીચે ઊતરવું જોઈએ. એ ગોખ છોડીને પંદરેક પગથિયાં નીચે ઊતરી. હવે તે લગભગ જમીનની સપાટીએ આવી ગઈ હતી. ત્યાંના ગોખમાં સંભાળપૂર્વક આંખ ફેંકી જોતાં પોતે લગભગ મનુષ્યપૂર ઊંચાઈએ ઊભી હતી એમ તેને લાગ્યું. ત્યાંથી નર્તકીઓનાં તેમ જ બેઠેલાં સ્ત્રીપુરુષોનાં મુખ બરાબર દેખાતાં હતાં. ઉલૂપી, ઉત્તુંગ અને સુબાહુ તો એ ટોળામાં હતાં જ ! નર્તકીઓ પખવાજ, ઝાંઝ અને કરતાલના તાલ સાથે નૃત્ય કરતી હતી. તંતુવાઘો તેમ જ તૂર. શરણાઈ પણ નૃત્યને ખીલવતું અદ્ભુત સંગીત આપી રહ્યાં હતાં. મંદિરના મોટા રંગમંડપમાં ચારે નર્તકીઓ