પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 1.pdf/૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
ગાંધીજીનો અક્ષરદેહ
૪૨
લંડન ડાયરીમાંથી

________________

અભ્યાસી પ્રત્યે મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની શી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટકર્યા છે અથવા દેહ પડયા પછી મારી વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, છે તેને મારા ડહાપણ વિષે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાલાને તે પ્રમાણભૂત માને. રિઝનવંધુ, ૩૦-૪-'૩૩ –ગાંધીજી Gandhi Heritage Portal