પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
ગાંધીજીનો અક્ષરદેહ.

'

૧૦૦ ગાંધીજીનો અક્ષરદેહ મુલતવી રાખવામાં આવે. આથી હું આપ નામદારની સરકારને ભારપૂર્વક વિનંતી કરું છું કે જ્યાં સુધી ૧૮૯૩નો ઠરાવ તથા પરિપત્ર રદ નહીં કરવામાં આવે અને કાયદો લવાદી ચુકાદા સાથે સુસંગત નહીં બનાવાય — જેથી દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકનાં ન્યાયાલયોમાં કસોટીનો મુકદ્દમો ચાલી શકે—ત્યાં સુધી અમલ મુલતવી રાખશો. ઉપર ઉલ્લેખેલો ઠરાવ તથા પરિપત્ર રદ થયાં છે. પરંતુ હું જાણું છું ત્યાં સુધી અને મને અહીં નિયમિતપણે દક્ષિણ આફ્રિકાનાં છાપાં મળ્યા કરે છે હજી કસોટીનો મુદ્દો ચલાવ- વામાં આવ્યો નથી. આથી, સ્પષ્ટપણે, ટ્રાન્સવાલ સરકારનું પગલું કવેળાનું છે અને હું માનું છું કે, વધુ નહીં તો આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારનો ભંગ કરનારું છે. આપને યાદ દેવડાવું કે ટ્રાન્સવાલમાં હિંદીઓની ઇસ્કામતો ૧,૦૦,૦૦૦ પાઉંડ ઉપરની છે, અને વેપારીઓને લોકેશનોમાં ખસેડવામાં આવશે તો તેઓ લગભગ પાયમાલ થઈ જશે. તેથી પ્રશ્નના ઝડપી નિકાલની બાજુ સાથે નામદાર સમ્રાજ્ઞીના સેંકડો પ્રજાજનોનું અસ્તિત્વ સંકળાયેલું છે, જેમનો એકમાત્ર વાંક એ છે કે તેઓ “દારૂના અમલથી મુક્ત, કરકસરિયા તથા ઉદ્યમી” છે. હું નમ્રતાપૂર્વક કહું છું કે આ બાબત હિંદમાં સમસ્ત જનતાનું અત્યંત તાકીદનું અને ઝડપી ધ્યાન માગી લે છે. [મૂળ અંગ્રેજી] fધ પ્લશમૅન, ૮-૧૨-૧૮૯૬ ૧૮. હિંદ ગયેલા ડેપ્યુટેશન અંગે થયેલા ખર્ચના હિસાબ [હિંદના પ્રવાસ દરમ્યાન પ્રવાસભાડું, છાપકામ અને બીજા ખર્ચને પહોંચી વળવા માટે ગાંધીજીને ૭૫ પાઉન્ડનો ડ્રાફ્ટ આપવામાં આવ્યો હતો. હિંદથી પાછા ફરીને પોતે વિગતવાર રાખેલો ખર્ચનો હિસાબ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ સમક્ષ તેમણે રજૂ કર્યો હતો, જે અહીં આપવામાં આવ્યો છે. આ હિસાબ તેમના વ્યક્તિત્વનાં કેટલાંક પાસાં પર પ્રકાશ પાડે છે, જે તેમની એટલી નાની વયે પણ સ્પષ્ટ જણાઈ આવતાં હતાં. મો૦ ૬૦ ગાંધીને ખાતે ઉધાર ધિનાતાલ ઇન્ડિયન કોંગ્રેસ દક્ષિણ આફ્રિકાવાસી હિંદી બ્રિટિશ પ્રજાજનોનાં કો સંબંધે હિંદમાં કરેલી પ્રવૃત્તિમાં થયેલું રોકડ ખર્ચ: [. આ. પા.] ૫મી જુલાઈ (૧૮૯૬) ઘોડાગાડી, સવારથી પાછલા પહોર સુધી તેમ જ આગલી સાંજે અલ્લાહાબાદમાં તંત્રીઓ વને મળવા મો. ક. ગાંધી - ૯-૦