પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૩૬ ગાંધીજીનો અક્ષરદેહ પરમ માનનીય જોસેફ ચેમ્બરલેન, નામદાર સમ્રાજ્ઞીના સાંસ્થાનિક ખાતાના મુખ્ય સચિવ, લંડન નીચે સહી કરનાર નાતાલ સંસ્થાનમાં રહેતા હિંદીઓ તરફથી વિનંતીપત્ર માર્ચ ૧૫, ૧૮૯૭ નમ્રતાપૂર્વક દર્શાવે છે: નાતાલમાં વસતી હિંદી કોમના પ્રતિનિધિઓ તરીકે આપના અરજદારો નાતાલના હિંદીઓના પ્રશ્ન બાબત આ પત્ર આપની હજૂરમાં નમ્રતાપૂર્વક રજૂ કરે છે. એ પ્રશ્નનો અત્રે ખાસ સંબંધ ૧૩ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ ડરબનમાં એક લશ્કરી હોદ્દેદાર કૅપ્ટન સ્પાકર્સના નેતૃત્વ નીચે થયેલા, સ્ટીમર રજૅન્તુ અને સ્ટીમર નાવરોના એશિયાઈ પ્રવાસીઓના ઉતરાણ સામે વિરોધ દર્શાવતા દેખાવો સાથે છે. હિંદી માલિકીની એ બંને ટીમરો ૧૮ ડિસેમ્બર, ૧૮૯૬ના રોજ આશરે ૬૦૦ મુસાફરો સાથે ડરબન પહોંચી હતી. તેમની સામેના દેખાવોનું પરિણામ છેવટે એ આવ્યું કે પ્રવાસીઓ પૈકી એક ઉપર હુમલો કરવામાં આવ્યો અને ડરબન નગરની પોલીસે તેને કુનેહથી બચાવી લીધો ન હોત તો હુમલાખોરો તેને મારી જ નાખત, ઘણા લાંબા સમયથી જુદાં જુદાં કાયદેસરનાં નિયંત્રણોને લીધે નાતાલમાં હિંદી કોમ કષ્ટ વેઠી રહી છે. એ પૈકી કેટલાંક વિષે નામદાર સમ્રાજ્ઞીની સરકાર પર વિનંતીપત્રો મોકલવામાં આવ્યા છે. એ વિનંતીપત્રોમાં દર્શાવવામાં આવ્યું છે કે સાંસ્થાનિકોનું અંતિમ લક્ષ્ય મુક્ત મનુષ્ય તરીકેનું હિંદીનું અસ્તિત્વ નાબૂદ કરવાનું છે અને હિંદી ઉપર લદાનું પ્રત્યેક નિયંત્રણ બીજાં ઘણાંનું પુરોગામી નીવડે છે. વળી તેઓ હિદની સ્થિતિ એટલી નીચી કક્ષાએ ઉતારી નાખવા ઇચ્છે છે, કે જેથી તે સંસ્થાનમાં અસ્તિત્વ જ ન ધરાવી શકે, સિવાય કે જિંદગીના અંત લગી એ (નાતાલના ઍટર્ની જનરલના શબ્દો ટાંકીએ તો) “લાકડાં કાપનાર ને પાણી વહેનાર” મજૂર બની રહે. આ તથા આવાં બીજાં કારણોસર વિનંતીપત્રોમાં ભારપૂર્વક એવી વિનંતી કરવામાં આવી હતી કે નાતાલમાં હિંદીઓના સ્વાતંત્ર્યને નિયંત્રિત કરતા ધારાઓને નામદાર સમ્રાજ્ઞીની સરકારે મંજૂરી ન આપવી. જોકે એક તરફ વિનંતીપત્રોના હેતુ પ્રત્યે નામદાર સમ્રાજ્ઞીની સરકારે સહાનુભૂતિ બતાવી, પણ વિનંતીપત્રોમાં જેમની સામે વાંધો ઉઠાવાયો હતો એવાં કેટલાંક બિલોને શાહી સંમતિ આપવાની ના પાડવા તે તૈયાર નહોતી. પોતાનો અંતિમ હેતુ પાર પાડવા યુરોપિયનોએ કસોટી તરીકે જે પહેલા પ્રયોગો કર્યા તે વત્તેઓછે અંશે સફળ થવાનું પરિણામ એ આવ્યું કે છેલ્લા સાત માસમાં તેમણે અનેક હિંદી-વિરોધી મંડળો સ્થાપ્યાં છે અને આ પ્રશ્ને બહુ વિકટ રૂપ ધારણ કર્યું છે. આ સંજોગોમાં નાતાલમાં હિંદી કોમનાં હિત સાચવવા માટે નામદાર સમ્રાજ્ઞીની સરકાર સમક્ષ છેલ્લા સાત માસની હિંદી વિરોધી ચળવળની સમીક્ષા રજૂ કરવાની આપના અરજદારો પોતાની ફરજ સમજે છે. એપ્રિલ ૭, ૧૮૯૬ને દિવસે ટોંગાટ સુગર કંપનીએ ઇમિગ્રેશન ટ્રસ્ટ બોર્ડને અરજી કરી નીચેના એક એક હિંદી કારીગરની માગણી કરી: કડિયો, રેલની તકતી ગોઠવનાર, પ્લાસ્ટર કરનાર, ઘર રંગનાર, ગાડી બનાવનાર, પૈડાં બનાવનાર, સુથાર, લુહાર, ફિટર, ટર્નર, લોઢું ઢાળનાર, ૧. તુએ પા. ૧૨૧, ૧૨૬ અને પા. ૧૨૭; તથા પા. ૧૫૪ અને પા. ૨૧૯. ૨. તુ પુસ્તક ૧, પા. ૮૮–૪, ૧૪૨-૬૦, ૧૬૫-૭૫, ૧૯૬-૭, ૨૩૫-૮ અને ૨૫૧-૬૮.