પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ.

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ સાલ નાતાલના એસ્ટકોર્ટ ગામમાં મૅજિસ્ટ્રેટે પોતાની સમક્ષ પીંજરામાં ઊભેલા હિંદી કેદીને જબરજસ્તીથી પીંજરા બહાર કઢાવીને તેની ટોપી બળજબરીથી ઉતરાવી હતી. એણે વાંધો ઉઠાવી કહ્યું કે ટોપી ઉતારવી એ હિંદી રિવાજની વિરુદ્ધ છે ને એથી મારી ધાર્મિક લાગણી દુખાય છે. તેમ છતાં તેને ત્યાર બાદ ઉઘાડે માથે જ પાછો લાવવામાં આવ્યો હતો. મૅજિસ્ટ્રેટ સામે દીવાની રાહે દાદ માગવામાં આવી ત્યારે ન્યાયાધીશોએ એવો ચુકાદો આપ્યો કે કોઈ મૅજિસ્ટ્રેટ પોતાના હોદ્દાની રૂએ જે કામ કરે તે માટે તેના પર દીવાની કેસ ન ચલાવી શકાય. અમે કાયદાનો આશ્રય લીધો ત્યારે અમે જાણતા હતા કે નિર્ણય આવો જ આવશે. પણ અમારો ઉદ્દેશ આ બાબતની પૂરેપૂરી છણાવટ કરાવવાનો હતો. એક કાળે આ સંસ્થાનમાં આ એક મોટો પ્રશ્ન હતો. એક હિંદી કર્મચારી જ્યારે જ્યારે પોતાના ઉપરી સાથે પ્રવાસમાં જાય છે ત્યારે ત્યારે તેને હોટલોમાં જગા મળતી નથી. તેને ઝૂંપડામાં રહેવું પડે છે. હું નાતાલથી નીકળ્યો ત્યારે તેની મુસીબત એટલી હદે પહોંચી હતી કે એ હિંદી કર્મચારી પોતાની નોકરીનું રાજીનામું આપ- વાનું ગંભીરપણે વિચારી રહ્યો હતો. ૫ શ્રી દ'સિલ્વા નામે એક યુરેઝિયન સજ્જન કેટલાક વખતથી ફીજીમાં એક જવાબદાર સ્થાને નોકરીમાં હતા. તે ધન કમાવાના ઇરાદાથી નાતાલમાં આવ્યા. પોતે પ્રમાણિત રસાયણશાસ્ત્રી છે. પત્ર દ્વારા તેમની રસાયણશાસ્ત્રી તરીકે નિમણૂક થઈ હતી. પરંતુ જ્યારે એમના શેઠે જોયું કે એ તો પૂરેપૂરો ગોરો નથી ત્યારે તેણે એમને પાણીચું આપ્યું. હું બીજા એવા યુરેઝિયનોને જાણું છું કે જેમનો વર્ણ ગોરામાં ખપી શકે એટલો ઊજળો હોવાથી તેમને હેરાનગતિ થતી નથી. આ છેલ્લું દૃષ્ટાંત એ બતાવવા ટાંકયું છે કે નાતાલમાં આ રંગભેદની સૂગ કેવી અન્યાયી છે. આવા તો ઘણા દાખલા આપી શકાય; પણ મને આશા છે કે મેં જેટલા દાખલા આપ્યા છે તેટલા એ બતાવવાને પૂરતા છે કે અમારી ફરિયાદો સાચી છે અને, અમારી દાઝ જાણનાર એક ઇંગ્લંડવાસી મિત્રે પત્રમાં જણાવ્યું છે તેમ, “તે ફરિયાદો દૂર કરાવવા માટે તેમને કાંઈ નહીં તો જાણીતી તો કરવી જ જોઈએ.” હવે, આવા દાખલાઓમાં અમારે કઈ રીતે વર્તવું? શું અમારે દરેક વખતે શ્રી ચેમ્બરલેન પાસે જવું અને (ઇંગ્લંડની) સંસ્થાન કચેરીને દક્ષિણ આફ્રિકાના હિંદીઓની નાની નાની ફરિયાદો સાંભળનાર કચેરી બનાવી દેવી? ‘નાની નાની’ શબ્દ મેં સમજીને વાપર્યો છે કેમ કે આમાંના ઘણાખરા દાખલા મામૂલી હુમલાના ને અગવડની ફરિયાદોના છે. પરંતુ એ દાખલા જ્યારે ઠીક ઠીક નિયમિત રીતે બનતા રહે છે ત્યારે પૂરનું મોટું રૂપ ધારણ કરે છે અને અમને સતત પજવ્યા કરે છે. કોઈ એવા દેશની જરા કલ્પના કરો કે જ્યાં તમે, ભલે ગમે તે હો તોપણ, આવા હુમલાઓથી સલામત છો એવી ખાતરી ન હોય; જ્યારે જ્યારે તમે પ્રવાસે નીકળો ત્યારે તમને શું થશે તેનો માનસિક ભય રહ્યા કરે; એક રાત પણ તમને હોટેલમાં ઊતરવાનું ન મળી શકે; બસ, આટલાથી અમે નાતાલમાં કેવી સ્થિતિમાં રહીએ છીએ તેનું ચિત્ર તમને પ્રત્યક્ષ થશે. હિંદની હાઈકોર્ટના ન્યાયાધીશો પૈકી કોઈ દક્ષિણ આફ્રિકા આવે તો કોઈ હોટેલ તેમને દાખલ કરશે કે કેમ તેની મને ખરેખર શંકા છે, સિવાય કે તેમણે પહેલેથી અસાધારણ સાવચેતી રાખી હોય. આમ કહેવામાં હું અતિશયોક્તિ નથી કરતો તેની મને ખાતરી છે. તેમણે નખશિખ યુરોપિયન ઢબનો પોશાક ન પહેર્યો હોય તો, તેમને ચાર્લ્સટાઉનથી પ્રિટોરિયા લગી ‘કાફર’’ માટેના ડબામાં જ મુસાફરી કરવી પડે એમ પણ હું લગભગ ચોક્કસ કહી શકું. ૧. દક્ષિણ આફ્રિકાની એક આદિવાસી જાતિ.