પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર શરમજનક દેશબંધુઓના હિતકાર્યમાં રસ લીધો અને દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓ વતી દુભાષિયાનું કામ સ્વેચ્છાએ ઉપાડી લીધું. આટલે સુધી તો દેખાવોથી કશી હાનિ નહોતી થઈ અને તેમને કદાચ નાતાલ (ક્રિસ્ટમસ)ના તહેવારોમાં થયેલા કોઈ મૂક અભિનય સાથે સરખાવી શકાયા હોત. પણ શ્રી ગાંધી જયારે કશા આડંબર વિના કિનારે ઊતરીને એક અંગ્રેજ સૉલિસિટર મિ.લૉટન સાથે શાંતિથી નગરમાં જતા હતા ત્યારે પરિસ્થિતિએ જંગલી પલટો લીધો. અમે કંઈ દક્ષિણ આફ્રિકાના હિંદીઓનો પક્ષ લેવા કે શ્રી ગાંધીની દલીલોને ટેકો આપવા માગતા નથી; પણ એ સજ્જનને જે વર્તનના ભોગ થવું પડયું છે અને વખોડવાલાયક છે. કેટલાક માથાભારે લોકોનું ધિક્કારવાચક કિકિયારી કરતું ટોળું શ્રી ગાંધીને ઘેરી વળ્યું, દુષ્ટ પ્રાણી પેઠે તેમને લાતો ને ધક્કામુક્કીનું નિશાન બનાવવામાં આવ્યા અને એમના પર કાદવ તથા સડેલી મચ્છી ફેંકવામાં આવ્યાં. ટોળાંમાંથી કોઈ નીચ માણસે એમને ચાબુક ફટકારી, ને બીજાએ તેમની પાઘડી પાડી નાખી. અમને એમ જાણવા મળ્યું છે કે હુમલાને પરિણામે, “એ ગંદવાડથી એઓ ખૂબ ખરડાઈ ગયા હતા અને એમની ગરદનમાંથી લોહી વહેતું હતું.” તે પછી, પોલીસ રક્ષણ હેઠળ, શ્રી ગાંધીને એક પારસીની દુકાને લઈ જવામાં આવ્યા, મકાન ફરતો નગરપોલીસનો પહેરો મૂકવામાં આવ્યો અને અંતે એ હિંદી બૅરિસ્ટર વેશપલટો કરીને ત્યાંથી નીકળી ગયા. બેશક પેલા તોફાની ટોળાને માટે તો આ એક તમાસો હતો. પરંતુ કાયદો અને વ્યવસ્થાના સિદ્ધાંતોને બાજુએ રાખીએ તોપણ જ્યારે અંગ્રેજો એક નિર્દોષ મુક્ત મનુષ્ય તરફ આવું સજનને અણછાજતું અને પાશવી વર્તન કરવા માંડે ત્યારે માનવું પડે કે ડરબનમાં ન્યાય તથા ઔચિત્યની બ્રિટિશ ભાવનાનો ઝપાટાબંધ લોપ થવા માંડયો છે. બ્રિટિશ તાજમાંના પ્રદેશોના સૌથી તેજસ્વી હીરા સમાન દેશ — હિંદ કે જે બ્રિટનનો ભવ્ય આશ્રિત દેશ છે તેના કાયદેસર પ્રજાજન પ્રત્યે નાતાલવાસીઓએ જે હિંસક વલણ દાખવ્યું છે તેના પ્રત્યે ઇંગ્લંડની અને હિંદની સરકારો ઉદાસીન રહી શકશે નહીં. — fધ નોાનિસબર્ગ ટામ્સ, જાન્યુઆરી, ૧૮૯૭. – ૧૬૭ ડરબનના લોકો પોતાની ફરિયાદોને જે મોટું રૂપ આપવા માગતા હતા તે આપવા માટે તેમણે ડરાવવા, ધમકાવવાની જે કાયદા વિરોધી રીતો અખત્યાર કરી તે, હોડમાં મુકાયેલાં હિતોનું ગંભીર મહત્ત્વ જોતાં અને અત્યાર લગી આવેલાં પરિણામ જોતાં, ન્યાયયુક્ત ઠરી છે. . .. શાંતિથી, અને બડાઈ માર્યા વિના કે બણગાં ફૂંકયા વિના, તેમણે આખો વખત ચળવળને પોતાના કાબૂમાં રાખી છે; જોકે સંસ્થાનના કેટલાક આંધળા લોકોને લાગ્યું હતું કે વહીવટી સત્તા જાણે દેખાવો યોજનારા નેતાઓના હાથમાં ચાલી ગઈ છે. -નાતાજી મર્ક્યુરી, જાન્યુઆરી ૧૪, ૧૮૯૭. . દેખાવો યોજનાર પક્ષની દૃષ્ટિએ દેખાવો સફળ થયા છે એવો દાવો કરવો એ નર્યો ઢોંગ જ ગણાય. ગઈ કાલે ધક્કા ઉપર બોલનારાઓની વક્તૃત્વછટાનો સૂર જાહેર- સભાઓમાં થયેલાં ભાષણોના સૂર કરતાં જુદો જ હતો, પણ તેનાથી દેખાવો યોજવાનો મૂળ હેતુ – બંને સ્ટીમરો પરના મુસાફરોને ઊતરતા અટકાવવાનો—સિદ્ધ થયો નહીં એ હકીકત ઢાંકી રહેતી નથી. જે મેળવી શકાયું છે તે તો, અમે હંમેશ કહેતા આવ્યા છીએ તેમ, બીજાં સાધનોથી પણ મેળવી શકાયું હોત. . . . અમે પૂછીએ છીએ કે, ગઈ કાલના ૧. રુસ્તમજી, એક હિંદી પારસી, જે પારસી રુસ્તમજી તરીકે વધારે ઓળખાતા હતા.