પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૭૯ કર્યા વિના રહેતો નથી. ટ્રાન્સવાલમાં ઑઈટલૅન્ડર્સ (પરદેશી યુરોપિયનો), જેઓ તદ્દન અસંગત રીતે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની હાજરીનો વિરોધ કરે છે, તેમની બાબતમાં પરિસ્થિતિનો ચિતાર સ્ટાર નીચેના શબ્દોમાં આપે છે: દક્ષિણ આફ્રિકા નવો દેશ છે. એટલે તે સૌને માટે ખુલ્લો રહેવો જોઈએ. ગરીબીને કારણે કોઈને દાખલ થતાં રોકવા ન જોઈએ. હાલ જેઓ સમૃદ્ધ સ્થિતિમાં છે તેઓમાંના ઘણા મોટા ભાગના લોકો મૂળ તો અહીં નજીવા પૈસા લઈને આવેલા. અલબત્ત, આપણે અહીંની વસ્તીની પ્રતિષ્ઠા જાળવવી જોઈએ; પળ તે રલડપટ્ટી અને ટાવાની સામેના સ્થાનિા વાયવાગોનો ન્યાયી અને સલત અમર્જરીને કરવું નોર્. નવા આવનાર નવા વેરાની વધારે સારી સ્થિતિમાં પોતાનું સ્થાન, ફેશના યોની નાગરિકો વર્ષો મેળવી ચરો કે નહીં, ની વાતરો રતાં પહેાં તેમને આપવુડીથી અટાવીને નહીં. આ નોંધ આવશ્યક ફેરફાર સાથે શબ્દેશબ્દ હિદીોમને લાગુ પાડી શકાય એમ છે, ને આપના અરજદારો નિવેદન કરવાની હિંમત કરે છે કે, જો ઑઇટલૅન્ડર્સ બાબત ઉપર દર્શાવેલી સ્થિતિ સાચી અને સ્વીકાર્ય હોય તો આ દાખલામાં તે વધારે સાચી અને સ્વીકાર્ય હોવી જોઈએ. નાતાલ સરકારે દેખાવો યોજનારી સમિતિને વચન આપેલું તે મુજબ ચાલુ માસની તા. ૧૮ના રોજ મળનાર ધારાસભામાં તે નીચે જણાવેલાં ત્રણ બિલ લાવવા ઇચ્છે છે: કૉરૅન્ટીન: (૧) જ્યારે કોઈ સ્થળને, ૧૮૮૨ના કાયદા નં. ૪ હેઠળ, રોગગ્રસ્ત તરીકે જાહેર કરવામાં આવ્યું હોય ત્યારે, ગવર્નર-ઇન કાઉન્સિલ એક અસાધારણ જાહેરનામા દ્વારા હુકમ કરી શકશે કે આવે સ્થળેથી આવનાર કોઈ પણ વહાણના કોઈ પણ ઉતારુને કિનારે ઉતારી શકાશે નહીં. (૨) જે વહાણ પર ઉક્ત રોગગ્રસ્ત સ્થળેથી આવેલા ઉતારુ હશે તેને પણ આ હુકમ લાગુ પડશે; પછી ભલે તે ઉતારુઓ બીજા કોઈ સ્થળેથી વહાણમાં ચડયા હોય અગર વહાણે રોગગ્રસ્ત તરીકે જાહેર થયેલા સ્થળે બંદર ન કર્યું હોય. (૩) ઉપર જણાવ્યા પ્રમાણેનો કોઈ પણ હુકમ, જ્યાં સુધી બીજું જાહેરનામું બહાર પાડીને પાછો ખેંચવામાં ન આવે ત્યાં સુધી, અમલમાં રહેશે. (૪) આ કાયદાનો ભંગ કરીને જે કોઈ કિનારે ઊતરશે તેને, જો શકય હશે તો તરત જ, જે વહાણમાં તે નાતાલ આવ્યો હોય તે જ વહાણમાં પાછો મોકલવામાં આવશે, અને તે વહાણનો કપ્તાન આવા પ્રવાસીને પાછો સ્વીકારવા તથા વહાણમાલિકોને ખર્ચે સંસ્થાનમાંથી તેને લઈ જવા બંધાયેલો ગણાશે. (૫) આ કાયદાનો ભંગ કરીને જે વહાણ પરથી કોઈને કિનારે ઉતારવામાં આવશે તે વહાણના કપ્તાન તથા માલિકો આ રીતે ઉતારવામાં આવેલા દરેક જણ દીઠ ઓછામાં ઓછા એક સોપાઉંડના દંડની શિક્ષાને પાત્ર થશે, તથા સુપ્રિમ કોર્ટના હુકમનામાથી દંડની રકમ વહાણ પાસેથી વસૂલ કરી શકાશે અને જ્યાં સુધી તે દંડની રકમ ન ભરી દે અને વહાણના કપ્તાન જયાં સુધી આ રીતે ઊતરેલા દરેક ઉતારુને સંસ્થાનમાંથી બહાર લઈ જવાની જોગવાઈ ન કરે ત્યાં સુધી વહાણને બંદર છોડવાની પરવાનગી આપવામાં નહીં આવે. ૧. તુએ પા. ૨૪૯, ૨. તુએ પા. રરર અને પા. ૨૫૯-૬૦,