પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ આ બંને સ્ટીમરોના દાક્તરોએ અત્રે પહોંચતાં સરકારી આરોગ્ય અધિકારીને નિવેદન કર્યું કે સદરહુ સ્ટીમરો ઉપર કોઈ પણ જાતની કશી બીમારી અત્યારે નથી અને મુંબઈથી અહીં સુધીની સફર દરમિયાન હતી નહીં; તેમ છતાં બંદરના સરકારી આરોગ્ય અધિકારીએ આપના એક જાહેરનામાનો હવાલો આપીને ‘પ્રેટિક’ આપવા ના પાડી. ૧૯૬ પ્રસ્તુત જાહેરનામા ઉપર ચાલુ માસની તા. ૧૮મી તારીખ દર્શાવેલી છે, અને ચાલુ માસની તા. ૧૯ના ગાધાર પ્લેટમાં એ પ્રસિદ્ધ થયું છે. આપના અરજદારોની રજૂઆત નીચે મુજબ છે: (ક) કોઈ પણ જાહેરનામું એટલે “સત્તાવાર જાહેરાત અથવા જાહેરખબર” છે, અને સદરહુ જાહેરનામું તા. ૧૯ સુધી પ્રકાશિત નહીં થયેલું હોવાથી સદરહુ સ્ટીમરો જે ખરેખર તા. ૧૮ના રોજ આવી પહોંચી હતી તેમને લાગુ પડી શકે નહીં. (ખ) ૧૮૮૨ના કયદા નં. ૪, કલમ ૧માં આવતા શબ્દોનો બરાબર ચોકસાઈથી અર્થ કરતાં, જે સ્ટીમરો સદરહુ જાહેરનામાની પ્રસિદ્ધિ પછી કોઈ રોગગ્રસ્ત બંદરેથી નીકળીને અહીં આવી હોય તેમને જ લાગુ પડી શકે. (ગ) ઉપર જણાવેલી સ્ટીમરો પર ઉતારુઓની મોટી સંખ્યાની ભીડ હોવાથી માંદગી અને રોગચાળો ફાટી નીકળવાનો સંભવ છે. (ઘ) આ સાથે જોડેલાં દાક્તરોનાં પ્રમાણપત્રોથી જણાશે કે સમાજને કશા ભય વિના ઉતારુઓને કિનારે ઉતારી શકાય તેમ છે. (ડ) ઉપર જણાવેલાં કૃત્યોને પરિણામે આપના અરજદારોને દરરોજનું સરાસરી એકસો પચાસ પાઉન્ડનું નુકસાન ભોગવવું પડે છે. તેથી આપના અરજદારો વિનંતી કરે છે કે બંદરના આરોગ્ય અધિકારીને સૂચના આપશો કે સદરહુ વહાણોને ‘પૅટિક' આપવામાં આવે અથવા તેમને માટે બીજી કોઈ સગવડ કરવામાં આવે. અને આપના અરજદારો હંમેશ પ્રાર્થના કરશે, ઇત્યાદિ. (સહી) દાદા અબદુલ્લા ઍન્ડ કંપની મેસર્સ ગુડરિક, લૉટન અને કૂક, ગૃહસ્થો, (પરિશિષ્ટ ૮) નકલ ડરબન, ડિસેમ્બર ૨૨, ૧૮૯૬ તમે પૂછેલા પ્રશ્નોના જવાબ મોધું છું: પહેલું. ચેપ લાગ્યા પછી ગાંઠિયા તાવ ઉર્ફે પ્લેગનાં ચિહ્નો કેટલે વખતે જણાય? ચેપ લાગ્યા પછી રોગનાં ચિહ્નો પ્રગટ થવાનો સમય થોડા કલાકથી માંડી એક અઠવાડિયા સુધીનો હોય છે (ાનું પુસ્તક, ચોથી આવૃત્તિ, ૧૮૯૬). આ રોગની ઉંદરોને રસી આપીને મેં જોયું છે કે તેઓ ૨૪ કલાકમાં મરી જાય છે. રોગગ્રસ્ત બંદર છોડયા પછી ૧૮ દિવસ બાદ, જો બીમારી ન થઈ હોય તો, વહાણ પર રોગ હોવાની સંભાવના દરમિયાન સ્ટીમર પર કોઈ ખરી? ના.