પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૦૫ “પણ આપણને જે દૃશ્યની ઝાંખી થાય છે તે પરથી જો એમ લાગતું હોય કે હિંદીઓ ગોરાઓ સાથે સરખી ભૂમિકા ઉપર ઊભા રહેવાના છે તો તે તો એક જ રીતે થઈ શકે- કેવળ સંગીનોની અણીએ જ.” (તાળીઓ). “આજ રાત્રે અહીં મળેલા આપણે આપણા માનનું રક્ષણ કરવામાં, અને આ સંસ્થાનમાં આપણાં સંતાનોનું સ્થળ સુરક્ષિત રાખવામાં — જે સ્થાન હાલ પણ આપણે ગાંધીવાદીઓનાં વારસોને ને સંતાનોને સોંપી બેઠા છીએ તે સ્થાન સુરક્ષિત રાખવામાં, ગમે તેટલી હદે જવા તૈયાર છીએ.” (તાળીઓ). ‘હું આ સભામાં જરા ઉતાવળમાં આવ્યો હતો, પણ હું ધારું છું કે મેં મુખ્ય મુખ્ય મુદ્દાઓ તમારી સમક્ષ મૂકયા છે, અને તેનો અર્થ એ છે કે આપણે આ બાબતમાં સરકારને સાથ આપીશું, અને આપણે માનીએ છીએ કે સરકાર આપણી સાથે સહકાર કરશે, અને એ બે સ્ટીમરમાંથી એક પણ ઉતારુને ડરબન બંદર પર ઊતરવા દેવામાં નહીં આવે.” (તાળીઓનો ગડગડાટ). બીજી સભા ૭મી તારીખે જ થઈ હતી. તેના આજના મર્ક્યુરીમાં આવેલા હેવાલમાંથી અમે નીચે ઉતારા આપીએ છીએ. મિ. જે. એસ. વાઇલી: “કોઈકે કહ્યું કે ‘સ્ટીમરોને ડુબાડી દો’, અને મેં એક નૌકાદળના માણસને બોલતાં સાંભળેલો કે ‘વહાણો પર એક ગોળી છોડે તેને એક મહિનાનો પગાર આપી દઉં.’ (તાળીઓ અને હાસ્ય) “આ કામમાં દરેક જણ મહિનાનો પગાર આપી દેવા તૈયાર છે?” (‘હા’ તથા ‘સૌ જણ’ની બૂમો). મિ. સાઇકસ : “તમારે પૈસા તથા સમય બંને અર્પણ કરવાનો નિશ્ચય કરવો જોઈશે. તમારું કામ છોડીને (ફુર) દેખાવો કરવા તૈયાર રહેવું જોઈશે. એ વ્યવસ્થિત રીતે કરવું જોઈશે - તમારે નેતાઓના હુકમ પાળવા જોઈશે. એકબીજાને દૂર ધકેલતા રહેવામાં કોઈને લાભ નથી. (હાસ્ય). હુકમ તમારે સખતાઈથી પાળવા જોઈશે. હુકમ મળતાં જ હરોળમાં ગોઠવાઈ જો, ને તમને જે હુકમ આપવામાં આવે તે પ્રમાણે કરજો. (તાળીઓ, હાસ્ય અને ‘ફરી, ફરી’ના પોકાર). દરખાસ્ત કરું છું કે “હિંદીઓ આવતાં જ આપણે દેખાવો યોજીને ફુરજે જઈશું પણ દરેક જણ પોતાના નેતાઓના હુકમ પ્રમાણે વર્તવા બંધાય છે.” (તાળીઓ). ડૉ. મૅકેન્ઝી : ‘‘આપણે છેલ્લા મળ્યા ત્યારે પરિસ્થિતિ જેટલી વિકટ હતી તેટલી આજે નથી રહી. ત્યારે દોરેલી રેખા મુજબ આપણે આગળ વધ્યા છીએ, અને સરકારની સ્થિતિ આપણે સારી રીતે જાણીએ છીએ. તે પોતાની સર્વ શક્તિથી આપણને મદદ કરવા તૈયાર છે. સરકારને લાગેવળગે છે ત્યાં સુધી મને પૂરેપૂરો સંતોષ છે. આ મુદ્દા પર સરકાર ડરબનના નાગરિક જનો સાથે સંપૂર્ણપણે એકમત છે, ને તેથી જે સજ્જનોને મતદારોએ હાલ પૂરતા સરકારના સ્થાને મૂકયા છે તેમની સાથે કાંઈ મુશ્કેલી કે ઘર્ષણનો પ્રશ્ન હવે રહેતો નથી. તેઓ સંસ્થાનના અભિ- પ્રાય સાથે સંમત છે, ને તે વાત અભિનંદનોગ્ય છે. કમનસીબે, સરકારની સ્થિતિ એવી છે કે હિંદીઓ અહીં કિનારે ન ઊતરે, તથા જે સ્ટીમરોમાં તેઓ આવ્યા છે તેમાં જ તેમને પાછા મોકલ- વામાં આવે એવો આગ્રહ એ રાખી શકે એમ નથી. એ લગભગ અશકય છે; અને સમિતિએ મિ. એસ્કમ્બને કહી દીધું છે કે આ વસ્તુસ્થિતિ કઢંગી છે. વસાહતીઓના ઉત્તમોત્તમ હિતની વાત અને તેમની એકમાત્ર ઇચ્છા જાળવવા તથા બર લાવવા સરકારી તંત્ર અસમર્થ હોય તો સંસ્થાનના બંધારણમાં કાંઈક ખામી હોવી જોઈએ. (તાળીઓ). અમે કહી દીધું કે આ પરિસ્થિતિ અટકવી જોઈએ; અને સરકારને એવી સ્થિતિમાં મૂકવી જોઈએ જેથી તે દેશની